Gujarat

સદગુરુ ભગવાન હરીચરણદાસજી મહારાજ ના અનેક પરચા માંથી એક યાદગાર આશીર્વાદ રૂપ પરચો….

ગિરગઢડા
 ભરત ગંગદેવ…
૧૯૯૧ મા રામયાગ યજ્ઞ નુ આયોજન ગોંડલ આશ્રમ પર હતું સદગુરુ ભગવાન ને મે અે સમયે ગુરુ ધારણ પણ ન કરેલ ત્યાર ની વાત છે ગુરુ ધારેલ નહિ પણ અે સમયે મને વિશેષ આસ્થા પણ ન હતી અે પણ સ્વીકારું છું, રામ નવમી ના દિવસે યજ્ઞ ની પૂર્ણાહુતી હતી બપોરે પ્રસાદ મા રાજગરા ની પૂરી, સુકીભાજી, શેકેલ શીંગદાણા, મિક્ષ ફ્રૂટ, ફરાળી કઢી, જાંબુ વગેરે હતું, મહારાજ શ્રી હોલ મા બેસે એની બાજુ માં નાની ઓરડી છે એમાં બે મોટી ચોકી ભરી જાંબુ રાખેલ મને સેવા મા આ ઓરડી પર ઉભો રાખેલ, કમને હુ ત્યાં ત્યારે ઉભેલો કારણ આસ્થા નો અભાવ, બપોરે અગિયાર આસપાસ પેલી ચોકી જાંબુ ની પૂરી થઈ ગઈ બીજી ચોકી પચીસ ટકા પૂરી થઈ એટલે હુ ગુરુદેવ પાસે જઈ ને કહ્યું જાંબુ ની વ્યવસ્થા જે કરવી હોય અે કરો હમણા પૂરા થઈ જાસે તો તુરતજ ગુરુદેવ મારી સાથે અે ઓરડી માં આવ્યા મને કહે પેલું પનીયું દેખાય અે લઈ આવ જાંબુ ઉપર માંખી ખુબ બેસે છે તો માથે રાખી દઈએ એક બાજુ થી મે છેડો જાલ્યો બીજી બાજુ થી સદગુરુ દેવે જાલી જાંબુ ને ઢાંકી દીધા પછી મને કહે તારે આરામ કરવો હોય તો આરામ કર હુ વ્યવસ્થા કરું છું હું તો રાજી થઈ પ્રસાદ લીધા વગર મારા મામા ના ઘરે જઈ સૂઈ ગયો બીજા દિવસે મંદિર પર ગયો તો ગુરુદેવ મને કહે કાલ તે પ્રસાદ નથી લીધો ને ? ચાલ, મને ઓરડી મા લઇ ગયા ત્યાં હુ જોવ છું તો આગલા દિવસે જે પનિયું જ્યાં ધાંકેલ ત્યાં સુધી એમ નુ એમ હતું મને ગુરુદેવ મૂઠો ભરી જાંબુ આપ્યા મે તુરતજ મોકો જોઈ કહ્યું માટે આપને ગુરુ ધારણ કરવા છે તો કંઠી આપશો? ગુરુદેવે પણ મને એજ સમયે હા પડી કે બે દિવસ બાદ આવી જા, મારો ગુરુદેવ પર ની આસ્થા જાગૃત થઈ પછી તો મારી પર એટલી કૃપા કરી કે રોજ એક એક પરચા લખું તો દિવસો ઓછા પડે ત્યારથી ગુરુદેવ ને મે ભગવાન કહી ને સંબોધેલ છે ખરેખર ગુરુદેવ એક ભગવાન નો અંશ જ છે, જય સિયારામ…

IMG-20220325-WA0553.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *