Delhi

૩૧ માર્ચ પછી સ્પેશિયલ એફડીમાં ખાતું ખુલશે નહીં

નવીદિલ્હી
દેશની ઘણી બેંકોએ વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ એફડી યોજના શરૂ કરી છે. તે ૨ વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવી હતી. આ યોજના ખાસ કરીને માત્ર વરિષ્ઠ નાગરિકો માટે જ બનાવવામાં આવી હતી. આ સ્કીમ વરિષ્ઠ લોકોને ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ પર સામાન્ય કરતાં વધુ વ્યાજ આપે છે. પરંતુ હવે આ યોજના ૩૧મી માર્ચે બંધ થઈ રહી છે. બે વર્ષ સુધી સ્કીમ ચલાવ્યા બાદ બંધ કરવાની તૈયારી છે. તેની શરૂઆત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ૈંઝ્રૈંઝ્રૈં બેંક, બેંક ઓફ બરોડા અને એચ.ડી.એફ.સી બેંક દ્વારા કરવામાં આવી હતી. જાે કે એસબીઆઈએ તેને વધારવાની જાહેરાત કરી છે પરંતુ અન્ય બેંકોએ કંઈ કહ્યું નથી. જાે કોઈ વરિષ્ઠ નાગરિક આ યોજનામાં રોકાણ કરવા માંગે છે, તો તે ૩૧ માર્ચ સુધી કરી શકે છે. તે પછી તક નહીં મળે. ૩૧ માર્ચ પછી સ્પેશિયલ એફડીમાં ખાતું ખુલશે નહીં પરંતુ જેઓ પહેલાથી જ રોકાણ કરી રહ્યા છે તેમને પાકતી મુદત સુધી રોકાણનો લાભ મળતો રહેશે. કોવિડ રોગચાળાની વચ્ચે બેંકોએ આ વિશેષ ફિક્સ્ડ ડિપોઝિટ શરૂ કરી હતી જેથી વરિષ્ઠ નાગરિકોની પણો પર વધુ વળતર આપી શકાય. સ્પેશિયલ એફડી સ્કીમ સામાન્ય ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ વળતર આપે છે. બેંકોએ અગાઉ આ સ્કીમ અમુક ચોક્કસ સમયગાળા માટે રજૂ કરી હતી. જાે કે બેંક ઓફ બરોડા અને એચ.ડી.એફ.સી બેંક હવે ૩૧ માર્ચ ૨૦૨૨ ના રોજ આ યોજનાને સમાપ્ત કરે તેવું લાગે છે. એક અહેવાલ મુજબ બંને બેંકોએ હજુ જાહેરાત કરવાની બાકી છે કે તેઓ સમયમર્યાદા લંબાવશે કે કેમ? એચ.ડી.એફ.સી બેંકે ૫ થી ૧૦ વર્ષની પાકતી મુદત સાથે ફિક્સ્ડ ડિપોઝિટ રોકાણો પર વધારાના ૨૫ હ્વॅજ અથવા ૦.૨૫% વ્યાજ દર ઓફર કરવા માટે ‘એચ.ડી.એફ.સી બેંક સિનિયર સિટીઝન કેર ફિક્સ્ડ ડિપોઝિટ ’ સ્કીમ રજૂ કરી હતી. વધારાના ૨૫ હ્વॅજ અથવા ૦.૨૫% વ્યાજ દર એ ૫ થી ૧૦ વર્ષની વચ્ચે પરિપક્વ ફિક્સ્ડ ડિપોઝિટ રોકાણો પર વરિષ્ઠ નાગરિકોને ઓફર કરવામાં આવતા ૫૦ હ્વॅજ અથવા ૦.૫૦% વ્યાજ દર ઉપરાંત છે. જે લોકો તેમાં નાણાંનું રોકાણ કરવા માગે છે તેઓ ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી સ્પેશિયલ એફડી સ્કીમમાં તેમના નાણાંનું રોકાણ કરી શકે છે. એચ.ડી.એફ.સી બેંકની જેમ, બેંક ઓફ બરોડા પણ વરિષ્ઠ નાગરિકો દ્વારા કરવામાં આવેલ ફિક્સ્ડ ડિપોઝિટ રોકાણ પર ઊંચા વ્યાજ દરો ઓફર કરે છે. બેંક ઓફ બરોડા અથવા મ્ર્મ્ ૫ થી ૭ વર્ષની વચ્ચે પાકતા ફિક્સ્ડ ડિપોઝિટ રોકાણો પર વધારાના ૦.૫૦% વ્યાજ દર ઓફર કરે છે. ઉપરાંત, સરકારની માલિકીની આ બેંક વરિષ્ઠ નાગરિકોને ટેક્સ-બચત ફિક્સ્ડ ડિપોઝિટ પર વધારાનું ૫૦ હ્વॅજ વાર્ષિક વળતર આપે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ વરિષ્ઠ નાગરિકો માટે “સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વી કેર” યોજના શરૂ કરી હતી. આ એક ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ છે જેના હેઠળ એકાઉન્ટ ખોલવાની છેલ્લી તારીખ ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી લંબાવવામાં આવી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વરિષ્ઠ નાગરિકો દ્વારા કરવામાં આવેલા રોકાણો માટે આકર્ષક વ્યાજ દરો ઓફર કરે છે. રિટેલ ટાઇમ ડિપોઝિટ સેગમેન્ટમાં વરિષ્ઠ નાગરિકો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા વેકેર ડિપોઝિટ રજૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને ચાલુ કોરોનાવાયરસ રોગચાળાને કારણે ઊંચા વ્યાજ દરો ઓફર કરવામાં આવ્યા છે.

Fixed-Deposit.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *