Gujarat

અમદાવાદમાં પરિવારના ૪ સભ્યની હત્યા કરનાર આરોપીને શોધવા ૩ રાજ્યોમાં પોલીસ રવાના

અમદાવાદ
અમદાવાદના ઓઢવના વિરાટનગરમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના મકાન નંબર ૩૦માં એક પરીવારના ૪ સભ્યોની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. જેના પગલે પોલીસના કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ માટે મોકલી આપી તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પતિ વિનોદ પત્ની સોનલ, દિકરા ગણેશ, દિકરી પ્રગતી અને પત્નીની નાની સુભદ્રાની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. જેના કારણે પોલીસે પતિ વિનોદને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. ક્રાઈમ બ્રાંચ સહિતની એજન્સીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન પરિવાર ૧૫ દિવસ પહેલા જ દિવ્યાપ્રભા સોસાયટીમાં રહેવા આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે પોલીસે આ પરિવાર પહેલા ક્યાં રહેતો હતો તે અંગે તપાસ કરી હતી. પરિવાર પહેલા નિકોલ રહેતો હતો. સગા સબંધીઓની પુછપરછમાં બહાર આવ્યું હતું કે, પતિ વિનોદ અને પત્ની સોનલ વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થતા હોવાનું સામે આવ્યું હતું. પતિ વિનોદ પત્ની સોનલના ચારિત્ર પર શંકા રાખતો હોવાથી રોજબરોજ ઝઘડાઓ થતા હતા. જેના પગલે પોલીસને શંકા હતી કે, વિનોદે જ તેના પરિવારની હત્યા કરીને ફરાર થઈ ગયો હશે. જેથી પોલીસે હાલ તો તેને શંકાના દાયરામાં લઈ તેને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. વિનોદના મોબાઈલના લોકેશનના આધારે તેને ટ્રેક કરવાનું પણ શરૂ કરી દીધુ હતું. જાે કે વિનોદનું લોકેશન અલગ અલગ જગ્યાઓ પર બતાવતુ હતુ. જેથી પોલીસે વિનોદને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યોમાં ટીમોને મોકલી આપી છે. સાથે જ પોલીસે સબંધીઓની પણ પુછપરછ હાથધરી છે. વિનોદે અલગ અલગ રૂમમાં એક એક સભ્યોની હત્યા કરી હોવાનું અનુમાન છે. કેમ કે, ત્રણ મૃતદેહ અલગ અલગ બેડરૂમમાં જ્યારે બાળકનો મૃતદેહ બાથરૂમમાંથી મળી આવ્યા હતા. પોલીસને શંકા છે કે, વિનોદે તેના પરીવારને બેહોશ કરીને અલગ અલગને મોતોને ઘાટ ઉતારી દીધા હશે. પોલીસે મૃતક પરીવારના સબંધીઓની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યુ હતુ કે, ૨૦ દિવસ પહેલા પરીવાર જ્યારે નિકોલમાં રહેતો હતો ત્યારે પતિ પત્ની વચ્ચે મોટો ઝઘડો પણ થયો હતો અને વિનોદે સોનલ સાથે મારઝુડ પણ કરી હતી. જાેકે ત્યાર બાદ પરીવાર વિરાટનગરમાં રહેવા ચાલી આવ્યો હતો. પોલીસે ઘરમાં કોઈને પ્રવેશ આપ્યો નથી પોલીસે એફએસએલની મદદ લીધી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ પણ પોલીસે કબ્જે કર્યા છે. જાેકે હત્યામાં વપરાયેલું હથિયાર પણ મળી આવ્યું નથી. પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. જાેકે હજુ સુધી હત્યાનું કારણ પણ પોલીસ શોધી શકી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *