Maharashtra

કેટરીનાને બ્યુટી એન્ટરપ્રેન્યોર ઓફ ધ યરનો ખિતાબ મળ્યો

મુંબઈ
બોલિવૂડના ઘણા કલાકારો અભિનય સિવાય અન્ય ઘણા ક્ષેત્રોમાં બિઝનેસ કરી રહ્યા છે. આ યાદીમાં કેટરિના કૈફ પણ સામેલ છે. જેણે ૨૦૧૯માં પોતાની કોસ્મેટિક બ્રાન્ડ દ્ભટ્ઠઅ બ્યૂટી લૉન્ચ કરી હતી. આ બ્રાન્ડ માત્ર સામાન્ય લોકોમાં જ નહીં પણ બૉલીવુડ સેલેબ્સમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. હવે આ કોસ્મેટિક બ્રાન્ડ માટે જ ઢીી મ્ેજૈહીજજ દ્વારા આયોજિત ‘મ્ેજૈહીજજ ૈંર્ષ્ઠહજ ર્ક ૈંહઙ્ઘૈટ્ઠ ૨૦૨૨’ એવોર્ડ શોમાં કેટરિનાને ‘બ્યુટી એન્ટરપ્રેન્યોર ઑફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવી છે. મતલબ કે એક્ટિંગમાં અનેક એવોર્ડ જીતનારી કેટરીના હવે બિઝનેસમાં પણ સુપરસ્ટાર બની ગઈ છે. ૪૦થી વધુ ફિલ્મો પોતાના નામે કરી ચુકેલી કેટરિના આજે ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રીઓમાંની એક છે. ઈન્ડસ્ટ્રીની હાઈએસ્ટ પેઈડ એક્ટ્રેસ હોવા ઉપરાંત તે પાંચ વખત વર્લ્‌ડ સેક્સીએસ્ટ વુમન પણ રહી ચુકી છે અને હવે બેસ્ટ બિઝનેસ વુમનનો ખિતાબ જીતીને તેણે સાબિત કરી દીધું છે કે તે દરેક ક્ષેત્રમાં ઉત્તમ છે. હાલમાં જ કેટરિના કૈફ અને વિકી કૌશલ સિંગાપોરમાં રજાઓ ગાળવા માટે રવાના થયા છે. એરપોર્ટ પર હાથ પકડીને બેઠેલા આ કપલના વીડિયો અને ઘણી તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. જે બાદ તેના ચાહકોએ પણ ઘણો પ્રેમ વરસાવ્યો હતો. ઘણીવાર બંને એકબીજા સાથે એક કરતા વધુ સુંદર તસવીરો શેયર કરે છે. જ્યારે તે ઘરની બહાર ફરતા પણ જાેવા મળે છે. કેટરિના અને વિકીએ ૯ ડિસેમ્બરે રાજસ્થાનમાં પરિવાર અને નજીકના લોકોની હાજરીમાં ભવ્ય લગ્ન કર્યા હતા. જેની ખૂબ જ ચર્ચા થઈ હતી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કેટરીના વિજય સેતુપતિ સાથે ‘મેરી ક્રિસમસ’માં જાેવા મળશે. આ સિવાય કેટરીના પાસે ‘ટાઈગર ૩’, ‘ફોન ભૂત’ જેવી ફિલ્મો છે.બોલિવૂડની ગ્લેમરસ અભિનેત્રી કેટરિના કૈફના ચાહકો માટે એક મોટી ખુશીના સમાચાર સામે આવ્યા છે. જ્યાં અભિનેત્રી વિકી કૌશલ સાથેના લગ્નને લઈને છેલ્લા કેટલાક સમયથી હેડલાઈન્સમાં છે ત્યારે તે એક મોટો એવોર્ડ જીતીને ચર્ચામાં છે. ઘણા વર્ષો પહેલા શરૂ થયેલી તેની કોસ્મેટિક બ્રાન્ડ દ્વારા ઉદ્યોગ સાહસિક બનેલી કેટરીનાને બ્યુટી એન્ટરપ્રેન્યોર ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

Katrina-kaif.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *