ખેલમહાકુંભ અંતર્ગત આચાર્ય એશોશીએશન એકલવ્ય તિરંદાજી નસવાડીના સંયુક્ત ઉપક્રમે નસવાડી એકલવ્ય એકેડમી ખાતે તિરંદાજી સ્પર્ધા યોજાઈ હતી તેમાં છોટાઉદેપુર જીલ્લામાંથી 125 જેટલા તિરંદાજ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો નસવાડી એકલવ્ય એકેડમીના સ્થાપક તેમજ રાજ્ય સિનિયર કોચ દિનેશભાઇ ભીલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે આ સ્પર્ધામાં સફળ થનાર ખેલાડી રાજસ્થાનના અલ્વર જીલ્લામાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની તિરંદાજી સ્પર્ધામાં ભાગ લેવા જશે ત્યારે વધુમાં તમામ તિરંદાજ ખેલાડી સફળ થાય અને રાજ્યનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવી હતી,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


