નવીદિલ્હી
સીબીઆઈ ભ્રષ્ટાચારના કેસમાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ, સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સચિન વાઝે અને કુંદન શિંદેને કસ્ટડીમાં લેશે. બોમ્બે હાઈકોર્ટ આ કેસમાં દેશમુખની જામીન અરજી પર ૮મી એપ્રિલે સુનાવણી કરશે. ૨૫ માર્ચે, કોર્ટે દેશમુખ દ્વારા દાખલ કરાયેલી જામીન અરજી પર જવાબ આપવા માટે ઈડ્ઢને એક અઠવાડિયાનો સમય આપ્યો હતો. અનિલ દેશમુખને અગાઉ આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે, ૧૦૦ કરોડની વસૂલાત અને મની લોન્ડરિંગ કેસમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં દાખલ કરવામાં આવેલી તેની ચાર્જશીટમાં કહ્યું હતું કે દેશમુખ ૧૯૯૨થી તેમના પદનો અયોગ્ય લાભ લઈ રહ્યા છે. અનિલ દેશમુખે ૧૯૯૨થી પોતાના પદનો ખોટો ફાયદો ઉઠાવ્યો છે. તેમણે ગેરકાયદેસર માધ્યમથી અઢળક પૈસા અને સંપત્તિ બનાવી છે. ૧૩ કંપનીઓમાં ગેરકાયદેસર રીતે મેળવેલ નાણાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કંપનીઓ તેમના પુત્રો અથવા તેમના નજીકના સહયોગીઓની માલિકીની છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે તેમની સાથે ઘણા સરકારી કર્મચારીઓ પણ જાેડાયેલા હતા અને તેઓ તેમને કામ કરાવતા હતા. ઈડ્ઢએ આ કેસમાં અત્યાર સુધીમાં લગભગ ૫૧ લોકોના નિવેદન નોંધ્યા છે. આમાં ઘણા ૈંછજી, ૈંઁજી અધિકારીઓ, ઝ્રછ, રાજકારણીઓ અને બાર માલિકોનો સમાવેશ થાય છે. ચાર્જશીટ મુજબ, મુંબઈ પોલીસના બરતરફ અધિકારી સચિન વાજેએ તેમના નિવેદનમાં ઈડ્ઢને કહ્યું છે કે દેશમુખે ૧૬ વર્ષના સસ્પેન્શન પછી મુંબઈ પોલીસમાં તેમને ફરજ પર પાછા લેવા માટે તેમની પાસેથી ૨ કરોડ રૂપિયાની માંગણી કરી છે. ચાર્જશીટમાં જણાવાયું છે કે વાજેએ કહ્યું હતું કે ઘણા રાજકારણીઓ તેમને ફરજ પર પાછા લેવાની ર્નિણયની વિરુદ્ધ હતા. દેશમુશે તેમને ૧૬ જૂન ૨૦૨૧ના રોજ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં બોલાવ્યા અને કહ્યું કે તેમણે એવા રાજકારણીઓ સાથે વાત કરી છે જેઓ તેમની ફરજ વાપસીની વિરુદ્ધ હતા. તેમણે તમામ નેતાઓને આશ્વાસન આપ્યું કે તેઓ સારું કામ કરશે. ઈડ્ઢએ એમ પણ કહ્યું હતું કે દેશમુખ સચિન વાજે પાસેથી નિયમિત માહિતી મેળવતા હતા અને મુંબઈના ઘણા બાર, રેસ્ટોરન્ટ અને અન્ય સંસ્થાઓમાંથી એક મહિનામાં ૧૦૦ કરોડ રૂપિયાના વસુલી કરવાના સમગ્ર રેકેટમાં સામેલ હતા.
