Gujarat

ભાવનગરમાં પારિવારીક ઝઘડાથી કંટાળી પત્નીએ પતિને સળગાવી નાખ્યો

ભાવનગર
તળાજા તાલુકાના સરતાનપર ગામે રહી ખેત મજુરી કામ કરતા આધેડને તેની પત્નિએ ખાટલે બાંધીને સળગાવી દઈ હત્યા કર્યાંનો બનાવ બન્યો છે. સરતાનપરમાં રહેતા સવજીભાઈ જીવાભાઈ બારૈયા (ઉ.વ. આશરે ૪૪) તેમના ઘરે લીમડાના ઝાડ નીચે ખાટલો રાખી સુતા હતા ત્યારે તેમના પત્નિ મધુબેન સવજીભાઈ બારૈયાએ તેમને ખાટલે દોરી વડે બાંધી કેરોસિન છાંટી સળગાવી દેતા સવજીભાઈ જીવાભાઈ બારૈયાનું મોત થયું હતું. પત્નીએ પતિને સળગાવ્યા બાદ કોઈ બચાવવા ન આવે તે માટે લાકડી લઈને આડી ઊભી રહી લોકોને જતા અટકાવતી હતી તળાજા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ અંગે લક્ષ્મણભાઈ જીવાભાઈ બારૈયાએ તળાજા પોલીસ મથકમાં મધુબેન સવજીભાઈ બારૈયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પતિ પત્નિ વચ્ચે ઘરકંકાસ ચાલતો હતો અને અવારનવાર ઝઘડો થતાં હોવાને લીધે આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું છે. આ દંપતિને સંતાનમાં અનીતાબેન નામની એક દીકરી છે જેમના લગ્ન થઈ ચુકયા છે. આ મામલે પોલીસે મહિલાની અટક કરી હતી.તળાજાના સરતાનરપર ગામે ઘરકંકાસને લીધે થતાં ઝઘડાથી પત્નિએ પતિને ખાટલે બાંધીને સળગાવી દેતા પતિનું મોત થયું હતું. આ અંગે તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

The-wife-burned-her-husband-alive-because-of-a-domestic-dispute.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *