વડોદરા
વાઘોડિયા રોડ શરણમ્ કોમ્પલેક્ષમાં રહેતી એક્ટ્રેસ યશવી દિનેશ પટેલ (૨૨)ના મોટી સંખ્યામાં ફોલોવર્સ છે. જેમાં જીનેશ પટેલ પણ છે. બંનેએ એકબીજાના મોબાઈલ નંબર પણ આપ્યાં હતાં. ૩૦ જુલાઈ ૨૦૨૧ના રોજ યુવતીનો બર્થડે હતો જેમાં લોકેશન મેળવીને યુવક બરોડા હોટલ ખાતે પહોચી ગયો હતો. જીનેશ અવાર-નવાર ફોન કરતો હતો.યુવતીએ ફોન ઉપાડીને જણાવ્યું હતું કે, તેની માતાને કોરોના થયો છે અને પિતાની જાેબ છુટી ગઈ છે, માતાની સારવાર માટે રૂા.૩૫ હજારની જરૂર છે. યુવકે યુવતીના બેનના એકાઉન્ટમાં છ મહિનામાં રૂા.૨.૩૫ લાખ મોકલ્યાં હતાં અને સગવડ થાય ત્યારે આપવા જણાવ્યું હતું. દરમિયાન યુવકે રૂપિયા પરત માંગી નહી આપે તો તારા મમ્મી-પપ્પાને ઉપાડી લઈ જઈશ તેવી ધમકીઓ આપી હતી. ૨૧ માર્ચે સવારે હરેશ પટેલનો યુવતી પર ફોન આવ્યો હતો. જેમાં જીનેશના રૂપીયા આપી દે નહીં તો ગાડી લઈ જશે. તમારા મમ્મી-પપ્પા કચ્છમાં છે તેમનું શુટ આઉટ કરી દઈશ તેવી ધમકી આપી હતી.ઉપરાંત રૂપિયા આપ નહીતર જીનેશ સાથે લગ્ન કર તેવી પણ ધમકીઓ આપી હતી. ૨૧ માર્ચે બપોરે જીનેશ પટેલ, હરેશ પટેલ અને ચેતન પટેલ યુવતીના ઘરે પહોચીને રૂા.૪ લાખની માંગણી કરી હતી. જાેકે યુવતીએ રૂા.૨.૩૫ લાખ જ આપવાના થાય છે તેમ કહેતા ત્રણેયે રૂા.૪ લાખની વસુલી કરી હતી. જેમાં યુવતીએ રૂા.૨ લાખ ચુકવી દીધા હતાં. ત્યાર બાદ પણ ત્રણેએ ધમકી આપતાં યશવીએ ત્રણેય સામે ફરિયાદ કરી હતી.સોશિયલ મીડિયામાં વીડિયો બ્લોગ, મ્યુઝિક વીડિયો અને ફિલ્મમાં અભિનય કરતી ગુજરાતી અભિનેત્રીના ફોલોઅર્સે કોરોનામાં માતાની સારવાર માટે યુવતીને ૨.૩૫ લાખ આપ્યા હતા. ત્યારબાદ તેની પઠાણી ઉઘરાણી કરીને તેને સોશીયલ મીડિયામાં બદનામ કરવાની, તેના માતા-પિતાનું શુટઆઉટ કરવાની ધમકી આપતા યુવતીએ અરવલ્લીના ધનસુરા ગામની ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.
