રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ચૈત્ર સુદ બીજ ને તારીખ. 3/4/2022 ને રવિવાર દારાજી ના મુવાડા ની પાવન ધરા પર રામદેવજી મહારાજ નો સવરા મંડપ રોપાયો. પુજ્ય સંતો,ભાવીક ભક્તો અને સામાજિક આગેવાનો ની ઉપસ્થિતી મા ભવ્ય સવરો મંડપ ઉભો કરવામાં આવ્યો. પુજ્ય.ગાદીપતિ પ્રકાશરામ મહારાજ,ગુરૂ ગાદી કપરુપુર ના અધ્યક્ષ સ્થાને યોજાયો.ઉપસ્થિત મહંત શ્રી યોગેશદાસજી મહારાજ ખલાલ,દંડી સ્વામી આશ્રમ ડાકોરસ્થિત વિજય દાસજી મહારાજ તેમજ પધારેલ આગેવાનો.કઠલાલ-કપડવંજ ધારાસભ્ય કાળુસિંહ ડાભી, આગેવાન ઘેલસિંહ માનસિંહ ઝાલા,ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ઝાલા,કઠલાલ તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ પરમાર,કઠલાલ એ. પી. એમ.સી.ચેરમેન હસમુખભાઇ પરમાર,ભાજપ સંગઠન પ્રમુખ કિરણસિંહ ડાભી,જીલ્લા મહામંત્રી અલ્પેશભાઈ ઝાલા તેમજ સ્નેહલસિંહજી. સોલંકી વિષ્ણુસિંહ ડાભી,મફાભાઈ પરમાર તથા આજુબાજુના પધારેલ ભક્તજનોએ દર્શન નો લ્હાવો લીધો હતો. અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.


