Gujarat

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સીમિત રેન્જમાં ઘટાડો

કોટનનો વાયદો રૂ.100 વધી રૂ.42,250ના સ્તરેઃ મેન્થા તેલ, રબરમાં સુધારાનો સંચારઃ બુલડેક્સ વાયદામાં 105 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 1,49,600 સોદાઓમાં કુલ રૂ.12,158.89 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 105 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 56,413 સોદાઓમાં કુલ રૂ.3,155.14 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,224ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,250 અને નીચામાં રૂ.51,200 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.117 ઘટી રૂ.51,227ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.28 ઘટી રૂ.41,137 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.8 ઘટી રૂ.5,119ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,209ના ભાવે ખૂલી, રૂ.94 ઘટી રૂ.51,170ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,735ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,100 અને નીચામાં રૂ.66,500 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 22 ઘટી રૂ.66,711 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 53 ઘટી રૂ.66,899 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.69 ઘટી રૂ.66,902 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 5,670 સોદાઓમાં રૂ.1,087.97 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.70 વધી રૂ.282.30 અને જસત એપ્રિલ વાયદો રૂ.6.05 વધી રૂ.362ના ભાવ થયા હતા. આ સામે તાંબુ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.815.50 અને નિકલ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.52.2 વધી રૂ.2,500 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.187ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 36,834 સોદાઓમાં કુલ રૂ.2,951.05 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,555ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,621 અને નીચામાં રૂ.7,438 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.17 ઘટી રૂ.7,542 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.80 ઘટી રૂ.428.70 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,324 સોદાઓમાં રૂ.135.71 કરોડનાં કામકાજ થયા હતા. કોટન એપ્રિલ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.42,250ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.42,530 અને નીચામાં રૂ.42,100 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.100 વધી રૂ.42,250ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,820ના ભાવે ખૂલી, રૂ.8 વધી રૂ.17781 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.38 વધી રૂ.1140.50 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 11,792 સોદાઓમાં રૂ.1,770.54 કરોડનાં 3,439.914 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 44,621 સોદાઓમાં કુલ રૂ.1,384.60 કરોડનાં 206.739 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 21,244 સોદાઓમાં રૂ.1,847.91 કરોડનાં 24,53,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 15,590 સોદાઓમાં રૂ.1,103 કરોડનાં 25503750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 725 સોદાઓમાં રૂ.106.97 કરોડનાં 25250 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 592 સોદાઓમાં રૂ.28.62 કરોડનાં 253.08 ટન, રબરના વાયદાઓમાં 7 સોદાઓમાં રૂ.0.12 કરોડનાં 7 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,221.909 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 358.592 ટન, ક્રૂડ તેલમાં 563400 બેરલ અને નેચરલ ગેસમાં 12186250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 138975 ગાંસડી, મેન્થા તેલમાં 426.96 ટન, રબરમાં 68 ટન ના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 565 સોદાઓમાં રૂ.47.74 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 565 સોદાઓમાં રૂ.47.74 કરોડનાં 255 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 251.6 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ એપ્રિલ વાયદો 15,018ના સ્તરે ખૂલી, ઊપરમાં 15,031 અને નીચામાં 14,926ના સ્તરને સ્પર્શી, 105 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 23 પોઈન્ટ ઘટી 14,977ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 48794 સોદાઓમાં રૂ.4,781.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.206.68 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.46.90 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,157.77 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.369.17 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 141.84 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.192.20 ખૂલી, ઊપરમાં રૂ.215.20 અને નીચામાં રૂ.162.90 રહી, અંતે રૂ.30 ઘટી રૂ.186.50 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.430ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.28 ખૂલી, ઊપરમાં રૂ.30.15 અને નીચામાં રૂ.25.50 રહી, અંતે રૂ.3.95 ઘટી રૂ.26.30 થયો હતો. સોનું મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.772.50 ખૂલી, ઊપરમાં રૂ.800 અને નીચામાં રૂ.706 રહી, અંતે રૂ.20.50 ઘટી રૂ.771.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.350 ખૂલી, ઊપરમાં રૂ.388.40 અને નીચામાં રૂ.304 રહી, અંતે રૂ.8.70 ઘટી રૂ.334.80 થયો હતો. જ્યારે સોનું મે રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.312 ખૂલી, ઊપરમાં રૂ.390 અને નીચામાં રૂ.312 રહી, અંતે રૂ.34 વધી રૂ.352.50 થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ રૂ.430ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.22.10 ખૂલી, ઊપરમાં રૂ.28 અને નીચામાં રૂ.22 રહી, અંતે રૂ.4.25 વધી રૂ.27.45 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *