Gujarat

ભરૂચમાં બહેનો માટે સેલ્ફ ડિફેન્સના પ્રોગ્રામનું આયોજન કરાયું

ભરૂચ,
ઝાડેશ્વર ખાતે આવેલી નિજધામ સોસાયટીમાં યોગ ક્લાસની બહેનો માટે અતુલ્ય વીર ચેરીટેબલ ટ્રસ્ટના સીઆઈઓ અનુરાગ દુબે, જેઆઈઓ સેજલ વસાવા, જેઆઈઓ રોશની વસાવા હાજર રહી બહેનોને અને બાળકોને સેલ્ફ ડિફેન્સની ટેકનીક શિખવાડી હતી. મુશ્કેલીના સમયે પોતાનો સ્વબચાવ કેવી રીતે કરવો તથા સમય સુચકતા જાેઈ સામાવાળા પર કેવી રીતે પ્રહાર કરવો તે પણ શિખવ્યું હતું. પોતાની પાસે હોય તેવી વસ્તુઓ જેમકે આઈડીકાર્ડ, સેફ્ટી પીન, હેર પીન, બોલપેન, મોબાઈલ ને શસ્ત્ર બનાવી કેવી રીતે સામાવાળા પર વાર કરી પોતાનો સ્વબચાવ કરવો તેવી ટેકનીકો તેઓએ શિખવી હતી. સંસ્કૃતિ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન શિતલબેન ગોસાલીયા અને નિપાબેન ભાવસાર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ અને પ્રમુખ ઉષાબેન સિદ્ધપુરા હાજર રહ્યા હતા અને બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રોગ્રામના અંતે બહેનોને આયુર્વેદમાં શ્રેષ્ઠ અજમાના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા બહેનો માટે સેલ્ફ ડિફેન્સના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. મુશ્કેલીના સમયે પોતાનો સ્વબચાવ કેવી રીતે કરવો તથા સમય સુચકતા જાેઈ સામાવાળા પર કેવી રીતે પ્રહાર કરવો તે પણ શિખવ્યું હતું.

Self-defense-program-organized.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *