Delhi

પંજાબ કિંગ્સ સામે ધોનીએ તેની ઝડપ વડે ભાનુકા રાજપક્ષેને રન આઉટ કર્યો

નવીદિલ્હી
આઇપીએલ ૨૦૨૨માં તેમની પ્રથમ બે મેચ હારી ગયેલી ચેન્નાઈ સુપર કિંગ્સને તેમની પ્રથમ જીત માટે સારી શરૂઆતની જરૂર હતી. પંજાબ કિંગ્સ સામે ટોસ જીત્યા બાદ પ્રથમ બોલિંગ કરતા તેને બે ઓવરમાં જાેઈતી શરૂઆત મળી. પહેલી જ ઓવરમાં પંજાબનો કેપ્ટન મયંક અગ્રવાલ બીજા જ બોલ પર આઉટ થયો હતો. ત્યારપછી બીજી જ ઓવરમાં ધોનીનો કમાલ જાેવા મળ્યો હતો. ભાનુકા રાજપક્ષે ક્રિસ જાેર્ડનની ઓવરના પહેલા બોલ પર ડીપ ફાઈન લેગ પર સિક્સર ફટકારી હતી. ત્યારપછી તેણે આગલા બોલને શોર્ટ મિડવિકેટ તરફ મોકલ્યો અને રન માટે દોડ્યો હતો, પરંતુ શિખર ધવને તેને પરત કર્યો હતો. જાેર્ડને બોલ પકડીને ધોની તરફ ફેંક્યો, જેણે ઉતાવળ બતાવી અને પોતાની પોઝિશન પરથી દોડીને આવ્યો અને બોલને ક્લીન રીતે કેચ કર્યો અને રાજપક્ષને રન આઉટ કરવા માટે ડાઇવ કર્યો. ૪૦ વર્ષના ધોનીની સામે ૩૦ વર્ષના રાજપક્ષની ગતિ ઘણી ધીમી જાેવા મળી હતી. આ રનઆઉટની સાથે ધોનીએ ૬ વર્ષ જૂની યાદો પણ તાજી કરી. ૨૦૧૬માં ્‌૨૦ વર્લ્‌ડ કપમાં બાંગ્લાદેશ સામેની છેલ્લી ઓવરમાં ધોનીએ બાંગ્લાદેશી બેટ્‌સમેનને એ જ રીતે રનઆઉટ કર્યા હતા, જેના આધારે ભારતીય ટીમે તે મેચ જીતી હતી. જાે કે, બે ઓવરમાં બે વિકેટ પડી જવાની પંજાબ પર બહુ અસર થઈ ન હતી કારણ કે ફરીથી ક્રિઝ પર આવેલા લિયામ લિવિંગસ્ટોને ધમાલ સર્જી હતી. મોટા શોટ કરવાની ક્ષમતા માટે જાણીતા, લિવિંગસ્ટોને બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે તેનું જીવંત પ્રદર્શન કર્યું અને વિસ્ફોટક રીતે માત્ર ૩૨ બોલમાં ૬૦ રન ફટકાર્યા. આ દરમિયાન તેણે ૫ સિક્સર અને ૫ ફોર ફટકારી હતી, જેમાં એક સિક્સ ૧૦૮ મીટર દૂર પડી હતી.એમએસ ધોની ભલે ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર હોય અને માત્ર આઈપીએલમાં જ પોતાનો કમાલ બતાવે અને ભલે તે ૪૧ વર્ષનો થવા જઈ રહ્યો હોય, પરંતુ આજે પણ તેની ફિટનેસ પર કોઈ સવાલ નથી. જાે કોઈને કોઈ શંકા હોય તો ધોનીએ ફરી એકવાર તેને સાફ કરી દીધું છે. વિકેટ પાછળ પોતાની ચતુરાઈ અને ઝડપને આધારે ઘણા બેટ્‌સમેનોને પોતાનો શિકાર બનાવનાર ધોની આજે પણ ઘણા યુવાનો પર પ્રભુત્વ ધરાવે છે. આઇપીએલ ૨૦૨૨માં પંજાબ કિંગ્સ સામે, ધોનીએ તેની ઝડપ વડે ભાનુકા રાજપક્ષેને રન આઉટ કરાવીને ફરીથી તેની સર્વોપરિતા સાબિત કરી.

MS-Dhoni-Runs-Out-Bhanuka-Rajapaksa.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *