મહારાષ્ટ્ર
મુંબઈના દાદર શિવાજી પાર્કમાં પોતાના ભાષણમાં સ્દ્ગજી ચીફ રાજ ઠાકરેએ ચેતવણી આપી હતી કે જાે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો રાજ્યની મસ્જિદોની સામે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવશે. જે બાદ મુંબઈના ઘાટકોપરથી લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા શરૂ થઈ હતી. ત્યારબાદ નાસિકમાં પણ તેનું પુનરાવર્તન થયું. બીજી તરફ પુણેમાં પણ ભદ્રકાલી મંદિરમાં પોલીસની સમજાવટથી સ્દ્ગજી કાર્યકર્તાઓને રોકવામાં આવ્યા હતા. આ દરમિયાન મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વાલ્સે પાટીલે ચેતવણીના સૂરમાં કહ્યું હતુ કે, જાે સમાજમાં તણાવ વધારવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જેના જવાબમાં, સ્દ્ગજી પ્રવક્તાએ દિલીપ વાલ્સે પાટીલને કહ્યું કે તે પહેલા કાયદો અને વ્યવસ્થા કેવી રીતે સંભાળવી તે શીખેપ! સ્દ્ગજી ધમકીઓથી ડરતા નથી. ધમકી આપતા પહેલા મસ્જિદોમાં લાઉડસ્પીકર અંગે હાઈકોર્ટના આદેશનો અમલ કરો. આ મામલો વધુ વણસ્યો જ્યારે બીજેપી નેતા મોહિત કંબોજે જાહેરાત કરી હતી કે જેને હનુમાન ચાલીસા વગાડવા માટે લાઉડસ્પીકરની જરૂર હોય તે તેને મફતમાં લઈ જાય. દિલીપ વાલ્સે પાટીલ શિરુરમાં એક કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હતા. પછી તેણે નજીકની મસ્જિદમાંથી અઝાનનો અવાજ સાંભળ્યો. જેથી તેણે પોતાનું ભાષણ અધવચ્ચે જ બંધ કરી દીધું. બાદમાં અઝાન સમાપ્ત થયા પછી, તેણે પોતાનું આગળનું ભાષણ શરૂ કર્યું. દ્ગઝ્રઁ વતી, દિલીપ વાલ્સે પાટીલ એકલા નથી જે પોતાની રીતે રાજ ઠાકરેને અલગ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે, એનસીપીના અન્ય એક નેતા અને શહેરી વિકાસ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે પણ રાજ ઠાકરે પર પ્રહાર કરતા ટિ્વટ કર્યું છે કે, કોરોનામાં રોજગાર છીનવાને કારણે જનતાના ખિસ્સા ખાલી છે. પેટ્રોલ, ગેસ, ડીઝલ, શાકભાજી, કેરોસીનની મોંઘવારીથી લોકો પરેશાન છે. તમે આ મુદ્દાઓ પર કેમ બોલતા નથી ?
