ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જિલ્લાઓમાં સક્રિય કાર્યકર્તા મહાસંમેલન અને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજવા સૂચના આપવામાં આવી હતી.જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ લાઈવ વિડિઓ દ્વારા જિલ્લાના પ્રત્યેક સક્રિય કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પડશે જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર જિલ્લા ભાજપા દ્વારા સક્રિય કાર્યકર્તા મહાસંમેલન બોડેલી ખાતે ભક્ત ઇંગલિશ મીડીયમ સ્કૂલના પટાંગણમાં રાખવામાં આવ્યું હતુ .જેમાં છોટાઉદેપુર જિલ્લાના પ્રભારીમંત્રી નિમિષાબેન સુથાર, સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી રમેશભાઈ મિસ્ત્રી, જિગીષાબેન શેઠ, જિલ્લા અધ્યક્ષ રશ્મીકાન્તભાઈ વસાવા,મહામંત્રી શંકરભાઇ,ધર્મેન્દ્રસિંહ પરમાર,રાજેશભાઈ વડેલી,પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા,પૂર્વ પ્રમુખ જશુભાઈ રાઠવા,મુકેશભાઈ પટેલ સહીત જિલ્લા,તાલુકાના પદાધિકારીઓ અને ૧,૨૪૩ સક્રિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમને સંબોધન કરતા પ્રભારીમંત્રી નિમિષાબેન સુથારે સરકારની કલ્યાણકારી યોજનાઓનો પ્રજાજનો લાભ લઈને તેમની સુખાકારીમાં વધારો થયો છે. ગુજરાત સરકારે ૨ .૪૩ લાખ કરોડનું બજેટ વિધાનસભામાં પસાર કરી પ્રજાજનોની સુખાકારીમાં વધારો કર્યો છે જેનો આવનારા દિવસમાં પ્રજાજનોની સુખાકારીમાં વધારો થશે સક્રિય કાર્યકર્તાઓને બૂથમાં જઈને સરકારની યોજનાઓનો લાભ અપાવવા હાકલ કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


