સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————–
તારીખ ૬/૪/૨૦૨૨ ને બુધવારના રોજ સાંજે ૬ કલાકે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ડીવાયએસપી. ચૌધરી સાહેબ અને પીઆઈ. ગોવસ્વામી સાહેબની હાજરીમાં શાંતિ સમિતિની એક સુંદર મજાની મિટિંગ યોજાયેલ હતી જેમાં હિન્દૂ મુસ્લિમ આગેવાનો હસુભાઈ સુચક,કરશનભાઇ ડોબરયા,નાસિરભાઈ ચૌહાણ,ઇરફાનભાઈ કુરેશી,રાજુભાઇ દોશી,મહેશભાઈ જયાણી, કનુભાઈ ડોડીયા,દિલભાઈ ભટ્ટી,જીવનભાઈ વેકરયા,ઇમરનભાઈ કુરેશી,તોફિકભાઈ કુરેશી,પ્રવીણભાઈ સાવજ,વિજયસિંહ વાઘેલા,રાજકભાઈ બાવનકા, મહેશભાઈ રાજ્યગુરુ,આરીફભાઈ જાદવ,રાજુભાઇ નાગ્રેચા,જીજ્ઞેશભાઈ ટાંક, સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બંને સમાજના આગેવાનોએ આગામી તારીખ ૧૦/૪/૨૦૨૨ ને રવિવારના રોજ યોજાનાર રામનવમીની શોભાયાત્રામાં સાથે મળી સુંદર મજાનું આયોજન અને કોમી એકતાથી ઉજવવાની ખાતરી આપી હતી અને પોલીસે પણ શાંતિમયરીતે તહેવાર ઉજવાય તેવી અપીલ કરી હતી.


