સ્પર્ધકોએ સ્પર્ધાના દિવસે સવારે ૮:૦૦ કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે
જામનગર તા.૦૮ એપ્રિલ, ગુજરાત સરકારશ્રીના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ખેલ મહાકુંભ-૨૦૨૨નું આયોજન કરવામાં આવેલ છે.જે અન્વયે દિવ્યાંગ ખેલાડીઓ માટે ખેલ મહાકુંભમાં વિવિધ કેટેગરી મુજબ માનસિક ક્ષતિગ્રસ્ત, શારીરિક ક્ષતિગ્રસ્ત અંધજન, શ્રવણમંદની જિલ્લાકક્ષાસ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શારીરિક ક્ષતિગ્રસ્ત સ્પર્ધા તા.૨૩/૦૪/૨૦૨૨નાં રોજ ધન્વતરી મેદાન ખાતે (શ્રી સતારભાઈ દરજાદા- ૯૪૨૭૫૭૪૬૦૫), અંધજનની સ્પર્ધા તા.૨૪/૦૪/૨૦૨૨નાં રોજ ધનવંતરી મેદાન ખાતે (શ્રી માધવીબેન ભટ્ટ- ૯૪૨૬૯૯૪૦૪૪), શ્રવણમંદ સ્પર્ધા તા.૨૪/૦૪/૨૦૨૨નાં રોજ ધનવંતરી મેદાન ખાતે (યોગેન્દ્ર મકવાણા- ૯૨૭૫૨૩૯૬૯૫), માનસિક ક્ષતિગ્રસ્ત સ્પર્ધા તા.૨૫/૦૪/૨૦૨૨નાં રોજ ધનવંતરી મેંદાન ખાતે (હેમાંગીબેન- ૭૦૬૯૦૨૩૬૭૯/ ડીમ્પલબેન મેહતા- ૯૪૨૯૨૭૦૦૭૧) યોજાશે. જે તે કેટેગરીમાં રજીસ્ટ્રેશન કરાવેલ દરેક દિવ્યાંગ ખેલાડીઓએ સવારે ૮:૦૦ કલાકે રીપોર્ટીંગ કરવાનું રહેશે. વધુ વિગત માટે જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-4, પ્રથમ માળ, રાજ પાર્ક પાસે, જામનગર સંપર્ક કરવા જિલ્લા રમત-ગમત અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
