Delhi

સૌરાષ્ટ્રના ખેલાડીએ ધમાલ મચાવી બાંગ્લાદેશમાં છવાઇ ગયો

નવીદિલ્હી
ઢાકા પ્રીમિયર લીગમાં રમી રહેલા ભારતીય ખેલાડીઓની ટીમમાં ચિરાગ જાનીનો પણ સમાવેશ થાય છે. ચિરાજ જાની સૌરાષ્ટ્રની ટીમ તરફ થી ઘરેલુ ક્રિકેટ રમે છે. તેણે રણજી ટ્રોફી સહિતની સ્થાનિક ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શાનદાર રમત દર્શાવી હતી. તેના સિવાય અભિમન્યુ ઈસ્વરન, બાબા અપરાજિત, પરવેઝ રસૂલ, ગુરિન્દર સિંહ અને હનુમા વિહારી પણ ઢાકામાં રમાઈ રહેલી ર્ંડ્ઢૈં લીગનો ભાગ છે. હવે ચાલો ઢાકા પ્રીમિયર લીગમાં એક પછી એક દરેકના પ્રદર્શન પર નજર કરીએ. ભારતીય બેટ્‌સમેનોમાં ચિરાગ જાની ઢાકા પ્રીમિયર લીગમાં સૌથી સફળ છે. આ સાથે જ તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્‌સમેનોમાં ચોથા સ્થાને છે. તેણે અત્યાર સુધી રમાયેલી ૭ મેચોમાં ૬૮.૩૩ ની એવરેજથી ૪૧૦ રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ૩ અડધી સદી સામેલ છે. ચિરાગ જાનીએ બેટિંગ ઉપરાંત બોલમાં પણ કમાલ કર્યો છે. તેણે અત્યાર સુધીમાં ૨૨.૦૮ ની એવરેજથી ૧૨ વિકેટ લીધી છે, જેમાં એક મેચમાં ૨૮ રન આપીને ૪ વિકેટ લેવાની સિદ્ધિ પણ સામેલ છે. બાબા અપરાજિત ઢાકા પ્રીમિયર લીગમાં બીજા સફળ ભારતીય બેટ્‌સમેન છે. તેણે અત્યાર સુધી રમાયેલી ૭ મેચમાં ૩૭૮ રન બનાવ્યા છે. આ દરમિયાન તેની બેટિંગ એવરેજ ૫૪ રહી છે અને તેના બેટમાં ૪ અડધી સદી છે. ટૂર્નામેન્ટના એકંદર રનમાં તે ૮મા નંબરે છે. ઢાકા પ્રીમિયર લીગમાં હનુમા વિહારી સૌથી મોટું ભારતીય નામ છે. તેણે અત્યાર સુધી રમાયેલી ૫ મેચમાં ૨૩૭ રન બનાવ્યા છે. આ દરમિયાન, તેની સરેરાશ ૫૯.૨૫ છે અને તેણે તેના બેટથી ૧ સદી અને ૧ અડધી સદી ફટકારી છે. રન બનાવવાના મામલે તે ભારતનો ત્રીજાે સફળ બેટ્‌સમેન છે. અભિમન્યુ ઇશ્વરન, બંગાળથી આવતા ભારતીય ક્રિકેટર, બાંગ્લાદેશની ઢાકા પ્રીમિયર લીગમાં પ્રાઇમ બેંક ક્રિકેટ ક્લબ માટે રમે છે. તેણે આ ક્લબ માટે રમેલી ૭ મેચોમાં ૩૫.૧૬ની એવરેજથી ૨૧૧ રન બનાવ્યા છે, જેમાં અણનમ ૬૨ તેનો સર્વોચ્ચ સ્કોર છે. બોલરોમાં જમ્મુ-કાશ્મીરનો પરવેઝ રસૂલ સૌથી સફળ ભારતીય છે. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે તે ટોપ ૫માં સામેલ છે. તેણે અત્યાર સુધીમાં ૭ મેચમાં ૧૫.૪૧ની એવરેજથી ૭ વિકેટ ઝડપી છે, જેમાં ૨૫ રનમાં ૪ વિકેટ લેવી તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. ચંદીગઢના ઓલરાઉન્ડર ગુરિન્દર સિંહે પણ ઢાકા પ્રીમિયર લીગમાં પોતાની ઓલરાઉન્ડ રમતથી દિલ જીતી લીધા છે. તેણે બે મેચમાં ૫૧.૫૦ની એવરેજથી ૧૦૩ રન બનાવ્યા છે અને આ સમયગાળા દરમિયાન બોલિંગમાં ૪ વિકેટ પણ લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *