Gujarat

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીનું આવતીકાલ તા.૧૦ એપ્રિલના રોજ જામનગર એરફોર્સ ખાતે ટુંકુ રોકાણ

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, રાજ્યમંત્રી શ્રી આર.સી.મકવાણા, જિલ્લા કલેક્ટરશ્રી સહિતના મહાનુભાવો રાષ્ટ્રપતિશ્રીને આવકારશે

 જામનગર તા.૦૯ એપ્રિલ, રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી આવતીકાલ તા.૧૦-૦૪-૨૦૨૨ના રોજ જામનગર એરફોર્સ ખાતે ટુંકુ રોકાણ કરશે. રાષ્ટ્રપતિશ્રી  દ્વારકા જગત મંદિર ખાતે દર્શનાર્થે પધારનાર હોય તેઓ સવારે ૧૦:૨૦ કલાકે એરફોર્સ જામનગર ખાતે ટુંકુ રોકાણ કરી દ્વારકા જવા રવાના થશે. આ તકે એરફોર્સ ખાતે રાષ્ટ્રપતિશ્રીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, સામાજિક ન્યાય અને અધિકરીતા વિભાગના રાજય મંત્રીશ્રી આર.સી.મકવાણા, કોમોડોર શ્રી મારવાહા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, એર કોમોડોરશ્રી, કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવો આવકારી રાષ્ટ્રપતિશ્રીનું સ્વાગત કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *