ઊના –ગીરગઢડાના ધોકડવા નજીક ગીરજંગલ આવેલ હોય ત્યારે ધોકડવા ગામે મોડી રાત્રી દરમિયાન સિંહ ગામમાં ઘુસી ગયેલ અને ગાય પર હુમલો કરી શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ગાયએ મોતને માત આપી સિંહના મુખ માંથી જીવ બચાવી નાશી ગઈ હતી. આખરે સિંહને શિકાર કર્યા વિના રવાના થવું પડ્યુ હતું. આ સમગ્ર ઘટનાનો અદભુત વિડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ હતો…


