Delhi

યુક્રેનના બુચામાં યુવતીઓને બંધક બનાવી રોજ દૂષ્કર્મ થતું હતું ઃ માનવાધિકાર

ન્યુદિલ્હી
યુક્રેનના સંસદના માનવાધિકાર કમિશને દાવો કર્યો કે બુચામાં રશિયાના સૈનિકોએ મહિલાઓ તેમજ યુવતીઓ સાથે દુષ્કર્મ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે લગભગ ૨૫ યુવતીને બેઝમેન્ટમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી, જેમાં અનેકની ઉંમર ૧૪ અને ૨૪ વર્ષ જ છે. તેમનું રોજ માનસિક તેમજ શારીરિક શોષણ કરવામાં આવી રહ્યું છે. બંધક બનાવવામાં આવેલી અનેક યુવતીઓ હાલ ગર્ભવતી છે.રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે રશિયાના ચેચન્યા ગણ રાજ્યના પ્રમુખે દાવો કર્યો છે કે રશિયા ફરી કિવ પર હુમલો કરશે અને એને પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કરશે. તો બીજી બાજુ, યુક્રેનની સેનાએ રશિયન સૈનિકો દ્વારા રાસાયણિક હથિયારનો ઉપયોગ કર્યો હોવાનો દાવો કર્યો છે. આ હથિયારોનો ઉપયોગ ડ્રોનથી કર્યો હોવાનો દાવો કરાયો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે રશિયા વધુ રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરી શકે છે. મારિયુપોલ પર ફરી હુમલો કરવા માટે પૂર્વ ડોનાબાસ વિસ્તારમાં તેમના સૈનિકો એકઠા થઈ રહ્યા છે. તો યુક્રેના ઉપ-રક્ષામંત્રી હના માલ્યરે કહ્યું હતું કે સરકાર મામલાની તપાસ કરી રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે યુક્રેનમાં રશિયાનું સૈન્ય અભિયાન ત્યાં સુધી યથાવત્‌ રહેશે જ્યાં સુધી તેમનું લક્ષ્ય પૂરું નહીં થઈ જાય, સાથે જ તેમણે કહ્યું હતું કે તેમના દેશને અલગ-થલગ ન કરી શકાય. રશિયાના પૂર્વમાં વોસ્તોચની અંતરિક્ષ પ્રક્ષેપણ કેન્દ્રની મુલાકાતે પહોંચેલા પુતિને કહ્યું હતું કે રશિયાનો પોતાને અલગ કરવાનો કોઈ હેતુ નથી અને વિદેશી શક્તિઓ પણ તેને અલગ-અલગ કરવામાં સફળ નહીં થાય. આજે દુનિયામાં કોઈને પણ અલગ-અલગ કરવાનું નિશ્ચિત રીતે અસંભવ છે, વિશેષ રૂપે રશિયા જેવા વિશાળ દેશને. અમે અમારા તે ભાગીદારોની સાથે કામ કરીશું, જે સહયોગ કરવા ઈચ્છે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *