Gujarat

નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા આઠમું પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું બોટાદ શહેરમાં સૂરધારા મ્યુઝિક ક્લાસિસને પરિક્ષા કેન્દ્રની માન્યતા આપવામાં આવી 

ગિરગઢડા
    ભરત ગંગદેવ..
તાજેતરમાં ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા શહેરની નવગુજરાત સંગીત વિધાપીઠ દ્વારા સંગીત પ્રચાર – પ્રસાર હેતું બોટાદ શહેરમાં સુરધારા મ્યુઝીક કલાસીસને સંગીત પરિક્ષા કેન્દ્રની માન્યતા આપવામાં આવી જેમનો કેન્દ્ર કોડ નં. – 08 છે. નવોદિત કલાકારો સંગીતપ્રેમી વગેરે નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અભ્યાસક્રમ પ્રમાણે કોર્સ ગાયન, તબલા, હાર્મોનિયમ, બંસરી, ગીટાર, કિ – બોર્ડ તથા તાલવાદ્ય, ભરતનાટ્યમ, કથક નૃત્ય વગેરે માટેની નિયમોને આધિન રહીને શાસ્ત્રીય સંગીતની સરકાર માન્ય ડીગ્રી કોર્સની પરીક્ષાઓ બોટાદ શહેરમાં સુરધારા મ્યુઝીક કલાસીસમાં આપી શકશે સંસ્થાના અધ્યક્ષશ્રી (B.Ed. In Music) કમલેશ આર. બથીયા તથા સંસ્થાના અધિકારીશ્રી (M.A. & B.Ed. In Music) પરસોતમભાઈ જે. કછેટીયા અને સસ્થાં ની સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ. કેન્દ્ર સંચાલક શ્રી અલ્પેશભાઈ આર. પરમાર શ્રી શૈલેષભાઈ મકવાણાને ઠેર ઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહેલ છે. આપ પણ વોટ્સપ તથા ફોન દ્વારા મો. 96625 66419, 95860 77255 પર શુભેચ્છા પાઠવી શકો છો.

IMG-20220413-WA0546.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *