Gujarat

લાઉડસ્પીકર વિવાદ મહારાષ્ટ્ર બાદ હવે વારણસી પહોંચ્યો

વારાણસી
લાઉડસ્પીકર દ્વારા હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા એવો કિસ્સો હવે મહારાષ્ટ્ર બાદ ધર્મની નગરી કાશી પહોંચ્યો છે. વારાણસીમાં શ્રીકાશી વિશ્વનાથ જ્ઞાનવાપી મુક્તિ આંદોલન દ્વારા લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે. જ્યાં અઝાનના સમયે મોટા અવાજમાં હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે છે. આ લાઉડસ્પીકર ઘરોની છત પર લગાવવામાં આવ્યા છે. વારાણસીના સાકેત નગર વિસ્તારમાં વારાણસીમાં શ્રીકાશી વિશ્વનાથ જ્ઞાનવાપી મુક્તિ આંદોલનના અધ્યક્ષ સુધીર સિંહે પોતાના ઘરેથી જ લાઉડસ્પીકર મુકવાની શરૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે અઝાનના દરેક સમયે આ પ્રકારે લાઉડસ્પીકર દ્વારા હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. તેમણે કહ્યું કે તેમનો હેતુ હિંદુ-મુસ્લિમ સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો નથી. સુધીર સિંહે કહ્યું કે, અઝાનના અવાજને લઈને ભૂતકાળમાં પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે કે અઝાનનો અવાજ ધીમો કરો, જેથી અમે તેના અવાજથી પરેશાન ન થઈએ. તેમણે જણાવ્યું કે તે અત્યારે ચારથી પાંચ વખત લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યા છે, પરંતુ નિયમ પ્રમાણે હનુમાન ચાલીસાનો પાઠ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જ કરવામાં આવે છે, તેથી આગળ જતાં આ બે સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે. પોતાના ઘરમાંથી હનુમાન ચાલીશાના પાઠ લાઉડસ્પીકર લગાવીને શરૂ કરનાર શ્રી કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી મુક્તિ આંદોલનના અધ્યક્ષ સુધીર સિંહે જણાવ્યું કે કાશીમાં વહેલી સવારથીથી મંદિરોમાં વૈદિક પાઠ થતા હતા અને પુજા-પાઠ અને હનુમાન ચાલીસાના પણ પાઠ થતા હતા, પરંતુ દબાણના કારણે આ તમામ ચીજાે બંધ કરી દેવામાં આવી હતી. સુધીર સિંહે જણાવ્યું કે, તેના પાછળ કોર્ટના તે આદેશનો હવાલો આપવામાં આવ્યો હતો, જેમાં ધ્વનિ પ્રદૂષણનું કારણ બતાવવામાં આવ્યું હતું, અમે અમારા મંદિરોમાંથી લાઉડસ્પીકર તો હટાવી દીધા, પરંતુ મસ્જિદો પર આ પ્રકારના લાઉડસ્પીકર લાગેલા જ રહ્યા, જેમાં સવારે ૪.૩૦ વાગ્યાથી અઝાનનો અવાજ આવવા લાગે છે. સુધીર સિંહે વધુમાં જણાવ્યું હતું કે, અમે લોકોએ નક્કી કર્યું કે જ્યારે અઝાનનો અવાજ આવી રહ્યો છે, તો પછી શા માટે આપણે આપણા મંદિરોમાંથી લાઉડસ્પીકર પર વૈદિક મંત્રો અને હનુમાન ચાલીસાના પાઠ પણ ન કરીએ. આ કારણે અમે અઝાન શરૂ થતાં જ લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા વગાડવાનું શરૂ કર્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *