નવીદિલ્હી
ભારત ના ગૃહ મંત્રાલય દ્વારા એક મોટો ર્નિણય લેવામાં આવ્યો છે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૧૯૬૭ હેઠળ શ્તાક અલ-મુજાહિદ્દીનનો સ્થાપક અને કમાન્ડર ઇન ચીફ મુસ્તાક અહેમદ જરગરને આતંકવાદી જાહેર કર્યો છે. જરગરને ૧૯૯૯માં ઈન્ડિયન એરલાઈન્સના પ્લેન હાઈજેકમાં છોડવામાં આવ્યો હતો. મુશ્તાક અહેમદ જરગર એ આતંકવાદીઓમાંથી એક હતો જેમને ૧૯૯૯માં ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ હાઈજેક કેસમાં મુસાફરોની સુરક્ષિત વાપસી માટે ભારત સરકાર દ્વારા મુક્ત કરવો પડ્યો હતો.
