ભરૂચ
અંકલેશ્વર તાલુકાના અડોલ ગામમાં તસ્કરો ત્રાટક્યા ની ઘટના સામે આવી છે જેમાં નવી નગરી ફળિયામાં તસ્કરો દ્વારા એક મકાનને નિશાન બનાવી ૧૫ તોલા સોનાના ઘરેણાં અને રોકડા રૂપિયા ૧૫ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. મકાન માલિક અંકિતાબેન પટેલના પતિ અલ્પેશભાઈ ફર્સ્ટ શિફ્ટમાં નોકરી પર જવા નીકળ્યા હતા. જેના બાદ તેઓ પોતાના ઘરના દરવાજાને તાળું મારી ઉપરના માળે બાળકો સાથે સુવા ગયા હતા હતા. તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી મકાનમાં રહેલા ૧૫ તોલા સોનાના ઘરેણાં અને ચાંદીના ઘરેણાં તેમજ રોકડા ૧૫ હજારની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
