નેધરલેન્ડ
કાશ્મીર કરતાં વધારે યુરોપના દેશ નેધરલેન્ડમાં હાલ ટ્યૂલિપની રોનક જાેવા મળી રહી છે. દેશના અંદાજે ૫ હજાર હેક્ટર વિસ્તારમાં ટ્યૂલિપ ખીલ્યાં છે. તેમાંથી કિચન ગાર્ડન આકર્ષણનું કેન્દ્ર છે. તેને ગાર્ડન ઑફ યુરોપ પણ કહે છે. આ પાર્ક વિશ્વનો સૌથી મોટો ટ્યૂલિપ ગાર્ડન પણ છે. અહીં ૩૨ હેક્ટર વિસ્તારમાં ૭૧ લાખથી વધુ ટ્યૂલિપ ખીલ્યાં છે, જે આંકડો ગત વર્ષની સરખામણીમાં ૨ લાખ જેટલો વધુ છે. ભારત સાથે સરખામણી કરીએ તો શ્રીનગર સ્થિત એશિયાના સૌથી મોટા ટ્યૂલિપ ગાર્ડનમાં પણ હાલ ટ્યૂલિપની ૬૨ પ્રજાતિનાં ૧૫ લાખ ફૂલ ખીલ્યાં છે. બીજી તરફ કિચન ગાર્ડનમાં ટ્યૂલિપની ૧૦૦થી વધુ પ્રજાતિઓ છે. ૮ લાખ સહેલાણી પહોંચ્યા, કોરોનાકાળથી વધુ પહોંચે તેવી શક્યતાઃ અહીં હાલ ટ્યૂલિપ ફેસ્ટિવલ પણ ચાલી રહ્યો છે, જે ૨૪ માર્ચે શરૂ થયો હતો અને ૧૨ મે સુધી ચાલશે. ટ્યૂલિપને જાેવા માટે અત્યાર સુધીમાં ૮ લાખ પર્યટક પહોંચી ચૂક્યા છે. ફેસ્ટિવલ પૂરો થશે ત્યાં સુધીમાં ૨૦ લાખ સહેલાણી પહોંચવાની શક્યતા છે, જે કોરોનાકાળ અગાઉની સરખામણીમાં ૫ લાખ વધુ હશે. ૨૦૧૯માં અહીં ૧૫ લાખ પર્યટક પહોંચ્યા હતા. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગત ૬ ઓગસ્ટે નેધરલેન્ડ ગયા હતા ત્યારે તેમણે પણ ટ્યૂલિપ ગાર્ડનની મુલાકાત લીધી હતી. નેધરલેન્ડે તેમને ૩ હજાર ટ્યૂલિપ પ્લાન્ટ ભેટ આપ્યા હતા. નેધરલેન્ડથી વેટિકન સિટી, કેનેડાથી માંડીને ૫૦થી વધુ દેશોમાં ટ્યૂલિપ સપ્લાય કરાય છે.


