Gujarat

જેતપુર તાલુકાના ખીરસરા ગામના લીંબુની ખેતી કરતા ખેડૂતની હાલત બની કફોડી.

લીંબુની ખટાસ કેમ આસમાને પહોંચી તેનું સાચું કારણ સામે આવ્યું, લીંબુની ઓછી આવક સામે માંગ વધતાં ભાવમાં ઉછાળો.
લીંબુના કિલોનો ભાવ 300 ને પાર, ડિમાન્ડ અને સ્પલાયની ચેન તૂટી, ઓછા ઉત્પાદનના કારણે ભાવમાં વધારો
બજારમાં હાલ ચર્ચા કોઈ વસ્તુંની છે તે બસ મોંઘવારીની છે.તેમાં પણ હાલ ટ્રેન્ડમાં લીંબુ ચાલી રહ્યા છે. કારણ કે, લીંબુની ખટાશ એટલી વધી ગઈ છે કે, એક-એક ટીપું લોકોની દાઢો વળગી રહ્યું છે.ગરમીથી રાહત આપતા પીણા પણ લીંબુના કારણે ખિસ્સુ ખાલી કરી રહ્યા છે.. ત્યારે શા માટે આસમાને પહોંચ્યા છે લીંબુના ભાવ તે જાણવા માટે મીડિયા લીબુંના ખેતરો સુધી પહોંચ્યું.
ઉનાળાનો પ્રારંભ થતાં બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે ગરમીથી રાહત પામવા લોકો ઠંડાપીણાં, રસ અને લીંબુ શરબત પાણીનો ઉપયોગ કરતા જોવા મળે છે ત્યારે ઉનાળાની ઋતુ શરૂ થતાં જ લીંબુની માગ વધી ગઇ છે. લીંબુ માર્કેટમાં સ્થાનિક આવક ઓછી આવી રહી છે જેની સામે સતત માગમાં વધારો રહેતાં લીંબુના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. આગામી સમયમાં ઉનાળાની ગરમી વધશે તેમ લીબુ ની માગ પણ વધશે જેને લઈ આગામી સમયમાં ભાવવધારો થાય તેવી શક્યતાઓ શેવાય રહી છે.
જેતપુર તાલુકાના ખીરસરા ગામમાં લીંબુની ખેતીનો વ્યવસાય કરતા ખેડૂત પ્રવીણભાઈ દેવીપુજક એ વ્યથા ઠાલવી હતી કે પોતાની 4 વીઘા જમીનમાં 225 જેટલી કલમો વાવેલી પરતું આ વર્ષે સતત વાતાવરણમાં પટલો આવતાં વાદળછાયું વાતાવરણ રહેતાં અને માવઠું થતાં લીંબુડી પર આવેલા ફૂલ ઝરી ગયા હતા. જેને કારણે નવા લીંબુના પાકના ઉતારા પર અસર થઈ છે. તેમજ વાવાઝોડા બાદ અસરના કારણે લીંબુનું ઉત્પાદન ઘટ્યું છે. જેથી ઉત્પાદન ઘટતા સામે લીંબુની માંગ હોવાથી આ વર્ષે સ્થાનિક આવક માપસરની જોવા મળી રહી હોઈ જેથી  લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
આ અંગે જેતપુર માર્કેટિંગ યાર્ડનાં વેપારી રાજુભાઈ વેકરીયા એ જણાવ્યું હતું કે ઉનાળામાં લીંબુની માગ વધારે હોય છે જેની સામે  અત્યારે સ્થાનિક આવક ખુબ જ ઓછી છે. ભાવમાં ગત વર્ષ કરતા ચાર ગણો વધારો જોવા મળ્યો છે હાલ મદ્રાસી લીંબુની આવક થઈ રહી છે.માર્કેટમાં પહેલીવાર લીંબુ અન્ય જગ્યાએથી મંગવવા પડી રહ્યા છે. હાલ હોલસેલ માર્કેટમાં લીંબુના ભાવો કિલો 200 થી 300 રૂપિયા સુધી પહોંચ્યા છે. ઉનાળામાં લીંબુની માગ સતત વધી રહી છે. જોકે જેતપુર માર્કેટમાં સ્થાનિક આવક માપસરની જોવા મળી રહી છે જ્યારે માગ વધારે હોવાથી લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો છે. 20 કિલોના ભાવ રૂ 800 થી 1000 સુધીના જોવા મળ્યા છે. હજુ પણ ભાવ વધારો થશે તેમ માગ પરથી જોવા મળી રહ્યું છે.ગત વર્ષે લીંબુના ભાવ રૂ 200 થી 600ના હતા જેમાં ચાલુ વર્ષે ચાર ગણો વધારો જોવા મળી રહ્યો છે.
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220418-183226__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *