Maharashtra

રણવીર સિંહની ફિલ્મ જયેશભાઈ જાેરદાર ૧૩મી મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

મુંબઈ
રણવીર સિંહની આગામી ફિલ્મ “જયેશભાઈ જાેરદાર” નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની છે અને ફિલ્મનું દિગ્દર્શન અને લેખન નવોદિત નિર્દેશક દિવ્યાંગ ઠક્કરે કર્યું છે, રણવીર સિંહ આ ફિલ્મમાં એક નવા અંદાજમાં જાેવા મળશે. આ રણવીરની બીજી ફિલ્મ હશે જેમાં તે ગુજરાતી પાત્રમાં જાેવા મળશે. આ ફિલ્મને લઈને ગુજરાતના લોકોમાં ઘણી ઉત્સુકતા હતી કારણ કે ફિલ્મના દિગ્દર્શક દિવ્યાંગ ઠક્કરે તેની ગુજરાતી ફિલ્મ “બે-યાર” થી અભિનેતા તરીકેની ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી અને આ ફિલ્મમાં ઘણાં સ્થાનિક કલાકારોએ પણ કામ કર્યું છે. આ ફિલ્મના નિર્માતા મનીષ શર્મા છે, રણવીર સિંહ સાથે મનીષ શર્માની આ ત્રીજી ફિલ્મ હશે, આ પહેલા આ જાેડી બેન્ડ બાજા બારાત અને લેડીઝ વર્સીસ રિકી બહલમાં સાથે કામ કરી ચૂકી છે, ફિલ્મનું સંગીત વિશાલ-શેખરે આપ્યું છે.

Trailer-release-of-Jayesh-Bhai-Jordar.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *