સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
વિશ્વ આરોગ્યની મોટામા મોટી યોજના આયુષ્માન ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ તથા અન્ય વિવિધ યોજનાઓ અંતર્ગત સમગ્ર દેશમાં આરોગ્ય મેળાનુ આયોજન થઈ રહેલ છે.ત્યારે, ક્લેક્ટરશ્રી ગૌરાંગ મક્વાણા સાહેબ,ડી.ડી.ઓ.શ્રી દિનેશ રમેશ ગરવ સાહેબ અને જીલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ સરકારી હોસ્પિટલ સાવરકુંડલા ખાતે માન.સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, તથા અધિક જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબ ડો.આર.એમ.જોષી સાહેબ, જીલ્લા ક્ષય અધિકારી શ્રી ડો.સીદીકી સાહેબ, તાલુકા હેલ્થ ઓફીસર શ્રી ડો.એસ.બી.મીનાસાહેબ, કે.કે.હોસ્પિટલ અધિક્ષકશ્રી ડો.વીપુલ પટેલ સાહેબ,સાવરકુંડલા નગરપાલીકાના પ્રમુખશ્રી તથા બાંધકામ સમીતીના ચેરીમેનશ્રી,તથા શહેર ભાજપ પ્રમુખશ્રી તથા અન્ય આમંત્રીત મહેમાનોના હસ્તે હેલ્થમેળાનો શુભ આરંભ કરવામાં આવેલ. આ મેળામા ગાયનેકોલોજીસ્ટ, (૧) ડો.અંકીત સંધવી સાહેબ (ર) ડો.વૈભવીબેન પરમાર, એમ.ડી.ફીજીશ્યન, ડો.મીનકેતન ગગલાણી ,ઓર્થોપેડીક સર્જન ડો.રાજેન્દ્ર રાવળ, ડેન્ટીસ્ટ ડો.માલવીકાબેન ચૌધરી,માનસીક રોગ નિષ્ણાંત ડો.પુષ્પાબેન ખાણીયા સહીતના નિષ્ણાંતોની ટીમ દ્વારા અને પી.એચ.સી.ના મેડીકલ ઓફીસરશ્રી દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ૫૯૧ ઉપરાંત દર્દીઓને નિઃશુલ્ક લેબોરેટરી,નિદાન સારવાર,અને દવાઓ આપવામાં આવેલ સાથે કોવિડ રસીકરણ,આયુષ્યમાન કાર્ડ,યુનીક હેલ્થ આઈ.ડી.કાર્ડ,બિનચેપી, રોગોના સ્ક્રિનીંગ,ટીબી નિર્મલન કાર્યક્રમ સહીતની જુદી–જુદી આરોગ્ય વિષયક યોજનાઓનો એકજ સ્થળે લાભ આપવામા આવેલ.આ ઉપરાંત સગર્ભા બહેનોને પોષક આહાર કીટનું વિતરણ કરવામાં આવેલ.આ હેલ્થ મેળાને સફળ બનાવવા માટે તાલુકાના આરોગ્યના તમામ સ્ટાફ અને આશા બહેનો દ્વારા પુરી જહેમત ઉઠાવવામાં આવેલ.


