જામનગર તા.૨૦ એપ્રિલ, આથી જામનગર જિલ્લાના સર્વ વાલી મિત્રોને જણાવવાનું કે, જવાહર નવોદય વિધાલય ચયન પરીક્ષા-૨૦૨૨ તા.૩૦-૦૪-૨૦૨૨ શનિવાર ના રોજ સવારે ૧૧:૩૦ થી ૧:૩૦ દરમિયાન જામનગર જિલ્લાના ૩૦ પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે પરિક્ષામાં ભાગ લેનાર વિધાર્થીઓએ પોતાના એડમીટ કાર્ડ https://cbseitms.nic.in/ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી લેવા વિનંતી છે.
