Gujarat

શ્રમ આયુક્તની કચેરી દ્વારા શહેરના ટાઉનહોલ ખાતે અસંગઠિત શ્રમિક સંમેલનનું આયોજન કરાયું

ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં શ્રમિકોને વિવિધ યોજનાકીય લાભો અપાયાં

 

જામનગર તા.૨૬ એપ્રિલ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આયોજિત અસંગઠિત શ્રમિક સંમેલન તા.૧૬-૦૪-૨૦૨૨ના રોજ ટાઉન હોલ જામનગર ખાતે યોજવામાં આવેલ હતું. આ સંમેલનમાં અધ્યક્ષપદે મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેલ હતા. વિવિધ ઉદ્યોગ ક્ષેત્રના માલિકો, ઉદ્યોગ ક્ષેત્રના માલિકોના પ્રતિનિધિશ્રીઓ, વિવિધ શ્રમયોગી મંડળના હોદ્દેદારો તથા ખૂબ જ બહોળી સંખ્યામાં શ્રમયોગીઓ, પ્રજાજનો તેમજ લાભાર્થી શ્રમયોગીઓ સંમેલનમાં હાજર રહેલ હતા.

 

મહાનુભાવોના પ્રાસંગિક પ્રવચન બાદ શ્રમિકો માટેની વિવિધ યોજનાઓ અન્વયેની ઓડિયો-વીડિયો પણ પ્રદર્શિત કરવામાં આવેલ ત્યારબાદ લાભાર્થી અસંગઠીત શ્રમયોગીઓને ઈ-શ્રમ કાર્ડ, ઈ-નિર્માણ કાર્ડ, મુખ્યમંત્રી ભાગ્ય લક્ષ્મી બોન્ડ યોજના, શિક્ષણ સહાય, પ્રસુતિ સહાય યોજના, પી.એમ. સ્વનિધિ યોજના અન્વયેની રેપ્લીકાનું વિતરણ કરવામાં આવેલ હતું તથા કાર્યક્રમના સ્થળે ઈ-શ્રમ કાર્ડ, ઈ-નિર્માણ કાર્ડ વગેરેની નોંધણી કરવા અંગેનુ પણ આયોજન કરવામાં આવેલ હતું તેમ મદદનીશ શ્રમ આયુક્ત જામનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *