સાવરકુંડલા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ખેડૂતો દ્વારા અવાર નવાર ધારાસભ્ય શ્રીને મૌખિક રજુઆત મળતી હતી તે મુજબ ધારાસભ્ય શ્રી દ્વારા પોતાના મત વિસ્તાર સાવરકુંડલા અને લીલીયા ખેતીવાડી વિસ્તારમાં ઘણા સમયથી ખેડૂતોના સાધન સામગ્રી તેમજ પાણી માટેના સાધનો અને કેબલ વાયર તથા પેનલ બોર્ડ જેવી ખેતી વિષયક સાધન સામગ્રી કોઈ અજાણ્યા વ્યક્તિઓ દ્વારા અવાર નવાર ચોરીના બનાવો બની રહેલ છે. જે અંગે લીલીયા તાલુકાના અરજદારો દ્વારા લીલીયા પોલીસ સ્ટેશનમાં આ અંગેની રજુઆત પણ કરવામાં આવેલ છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી હોતી નથી જેના કારણે અવાર નવાર આવા બનાવો બની રહ્યા છે આ બાબતે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક ને પત્ર પાઠવીને જે બનાવો બનવા પામેલ છે તે અંગે તપાસ કરાવી અને આવા કૃત્ય કરતા ઇસ્મો સામે કાયદેસરની કાર્યવાહી કરી સત્વરે આવા બનાવો ડામવા અને તાત્કાલિક યોગ્ય પગલા લેવા માટે જણાવેલ છે.
