Gujarat

પોલીસ કર્મીઓ પર હુમલો થયા છતાં કોઈ જ ફરિયાદ નોંધાઈ નહીં !

વડોદરા
ગુજરાતમાં પોલીસ જ અસામાજિક તત્વોને છાવરે છે અને બાદમાં તેનો ભોગ પણ બને છે. વડોદરામાં કોમી રમખાણ કર્યા બાદ પોલીસ આરોપીઓને પકડવા ગઈ ત્યારે ટોળા દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો એટલું જ નહીં પોલીસ પર હુમલો કરી બંને આરોપીઓને છોડીવી પણ દીધા અને લઈ ગઈ અને પોલીસ માત્ર જાેતી રહી. ત્યારબાદ પણ પોલીસે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી કે નથી કોઈપણ પ્રકારની એફઆઈઆર નોંધવામાં આવી. પોલીસ સ્ટાફ પર હુમલો કરવામાં આવે છે, પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થાય છે પરંતુ પોલીસ લાચાર બનીને બેસી રહી છે. શું ચુંટણીઓ આવી રહી હોવાથી પોલીસને ઉપરથી ઓર્ડર મળ્યા છે કે કોઈ દગા કે કાંડ ન બને તેથી શાંતિથી મારખાઈને બેસી જાવ કોઈ કાર્યવાહી ન કરતાં જે પણ હોય પરંતુ આવું જ પોલીસનું વલણ રહેશે તો આ સામાન્ય ટપલીદાવ એક દિવસે પોલીસને જ બહુ ભારે પડી શકે છે. આવા અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે કે પોલીસે કાંઈ કાર્યવાહી કરી નથી, પોલીસ ડરી ગઈ છે આપણી તાકાત અને એકતા જાેઈને ફરી આવવા દો.. પોલીસને આપણે ફરી હુમલો કરી ભગાડી દઈશું… વડોદરાના રાવપુરા વિસ્તારમાં થયેલા કોમી તોફાનમાં બે આરોપીઓને પકડવા માટે પથ્થરગેટ ગયેલી પોલીસ પર હુમલો કરનારા તોફાની તત્વો પર હજુ સુધી પોલીસે કોઈ ફરિયાદ કરી નથી. જેના કારણે તોફાનીઓની હિંમત વધશે. બીજી તરફ પોલીસ સીસીટીવી ફુટેજના આધારે શકમંદોને પોલીસ સ્ટેશન બોલાવીને પુછપરછ કરી રહી છે. રાવપુરા પોલીસે બે શકમંદોની અટકાયત કરી હતી, પરંતું તેઓ હુમલામાં સામેલ ન હોવાની વાત કરતા તેઓ પર ભરોષો રાખીને પોલીસે જવા દિધા હતાં. જ્યારે ઉપરી અધિકારીઓ દ્વારા નિર્દેશ મળ્યા બાદ જ ફરિયાદ નોંધવામાં આવશે તેમ પોલીસ મથકના અધિકારીઓ જણાવી રહ્યાં છે. રાવપુરા કોઠીપોળ સહિતના વિસ્તારોમાં હથિયાર ધારી ટોળાએ પથ્થર મારો કરી મૂર્તિ તોડી નાખતા કોમી તંગદિલી વ્યાપી હતી. ટોળાએ વાહનોને પણ નિશાને લઈ નુકસાન પહોંચાડી ફરાર થયા હતા. બનાવ બાદ પોલીસે ઠેર ઠેર કોમ્બિંગ હાથ ધરી ૨૨થી વધુ તોફાનીઓની ધરપકડ કરી હતી. બીજી તરફ એલસીબી ઝોન ૨ના પીએસઆઈ સહિતનો કાફલો પથ્થર ગેટ વિસ્તારમાં આવેલા મિયા અબ્બાસના ખાંચામાં બે આરોપીઓની પૂછપરછ માટે ગયા હતા. જ્યાં પકડવા ગયેલા પીએસઆઇ સહિતના કાફલાને ટોળાએ રોકી પોલીસ સાથે હાથાપાઈ કરતા મામલો બીચકયો હતો. ટોળાએ પોલીસને ઘેરી હુમલો કરી આરોપીઓને છોડાવી જતા જ એક તબક્કે વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *