Gujarat

ગાંધીધામમાં કોંગ્રેસ દ્વારા વડાપ્રધાનનું પુતળું બાળી વિરોધ કરાયો હતો

ગાંધીધામ
ગાંધીધામની સર્કિટ હાઉસમાં આવનારી વિધાનસભાની ચુંટણીઓ અંગે ચર્ચા વિચારણા કરવા ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના મંત્રી મનીષ શર્મા અને ગુજરાત એસટી એસસી સેલના પ્રમુખ હિતેંદ્ર પીઠડીયાએ મુલાકાત લઈને બેઠક યોજી હતી. જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વાલજીભાઈ દનીચાએ આગેવાનો સામે પોતાનો રોષ ઠાલવતા જણાવ્યું કે ચમચાગીરીનો તત્વ પક્ષમાં બંધ કરાવો નહિ તો પક્ષ તમામ સીટો ગુમાવી દેશ, પીઢ નેતાઓને પક્ષની ગતીવીધીનો કોઇ અંદાજાે નથી. પ્રત્યુતરમા એસસી એસટી સેલના પ્રમુખે તમામ સીટો આવશે તેમ જણાવ્યું હતું. કોંગ્રેસ પક્ષ પ્રમુખ જાડેજાએ મામલાને થાળે પાડ્યો હતો.ગાંધીધામના ઓસ્લો સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધમાં પુતળાદહન કર્યું હતું, જેમાં કેટલાક આંશીક રીતે દાઝ્‌યા હતા તો કુલ ૧૨ સામે અટકાયતી પગલા ભરાયા હતા. આ કાર્યક્રમ ત્યારે યોજાયો જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય મંત્રી અને રાજ્યના અનુ. જાતિ વિભાગના પ્રમુખે ગાંધીધામની મુલાકાતે છે. ગુજરાતના વડગામથી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનું આસામ પોલીસ દ્વારા કરાયેલી ધરપકડનો વિરોધ ગાંધીધામમાં કોંગ્રેસ દ્વારા વડાપ્રધાનનું પુતળા દહન કરીને કરાયો હતો. ઓસ્લો સર્કલ પર બપોરના ભાગે પહોંચેલા કોંગ્રેસના આગેવાનોએ પુતળાને આગ ચાંપવા જતા હતા ત્યારે બી ડિવિઝન પોલીસ અને આગેવાનો વચ્ચે ખેંચતાણમાં પૂતળાંમાં આગ લગાવી દેવાઈ હતી, જેમાં કોંગ્રેસી આગેવાનો સહિત એક પોલીસ અધિકારી પણ આંશિક રીતે દાઝી ગયા હતા. પોલીસે આ ઘટનાક્રમમાં ૧૨ સામે અટકાયતી ભર્યા હતા. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેંદ્રસિંહ જાડેજા, ગાંધીધામ શહેર પ્રમુખ સંજય ગાંધી, વિરોધ પક્ષના નેતા સમીપ જાેશી, ગની માંજાેઠી, ભરત ભાઈ સોલંકી, ગોવિંદભાઇ દનીચા, દશરથસિંહ ખંગોરત, ચેતન જાેશી,નિલેશ ભાનુશાલી, જગદીશ ગઢવી, કોકીલાબેન ધેડા, વિપુલ મહેતા, નવીન અબચુંગ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Some-Congressmen-burnt-the-statue-themselves.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *