ઊનાના ઝુંડવડલી ગામે જાહેરમાં ત્રિનપતીનો જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે રઇડ કરતા ત્રણ શખ્સોને મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલઇ છે.
આ અંગેની પાપ્ત વિગત મુજબ દિપક હિંમત વાઢેર, હરજી જીણા ખરા રહે.ઝુંડવડલી તેમજ પ્રતાપ અખી સોંદરવા રહે.ફાટસર આ તમામ શખ્સો ઝુંડવડલી ગામે પ્લોટ વિસ્તારમાં રહેતો હરજી જીણા ખરાના ઘરના મકાનની બહાર ખુલ્લા ફળીયામાં લાઇટના અંજવાળામાં જાહેરમાં જુગાર રમતા હોય જેની બાતમી આધારે રેઇડ કરતા સ્થળ પરથી રૂ.૧૦ હજારથી વધુનો મુદામાલ સાથે ત્રણેય શખ્સોને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


