ઊનામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહશાંતિ જાળવવાના ભાગરૂપે લૂંટ, ખુનની કોશીષ, છેડતી તેમજ અન્ય શરીર સબંધી દશ થી વધુ ગુન્હાઓ આચરનાર માથાભારે શખ્સોને પાસા કાયદા હેઠળ જેલમાં ધકેલવા જીલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. જીલ્લા એ એસ પી ઓમ પ્રકાશ જાટના માર્ગદર્શન હેઠળ ઉના આઇ મસી દ્રારા દરખાસ્ત તૈયાર કરી ગીરસોમનાથ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટર આર જી ગોહીલને મોકલી આપી અને આવા ગેરકાયદેસર પ્રવૃતિ કરતા માથાભારે શખ્સને જેલ હવાલે કરવા કાર્યવાહી હાથ ધરેલ. ઉના શહેરાના ખોડીયાર નગર વિસ્તારમાં રહેતો રધુ રવિ બાંભણીયા વિરૂધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ હોય જે પાસા વોરન્ટ ઇસ્યુ થતાં જીલ્લા ક્રાઇમ બ્રાંન્ચ કે જે ચોહાણ, નરેન્દ્રભાઇ કછોટ, અજીતસિંહ પરમાર, રામદેવસિંહ જાડેજા, લતાબેન પરમાર, નરેન્દ્રભાઇ પટાટ, શૈલેષભાઇ ડોડીયા, પ્રફુલભાઇ વાઢેર, રાજુભાઇ ગઢીયા, સંદિપસિંહ ઝણકાટ સહીતનો સ્ટાફે વોચ ગોઠવી રધુને પકડી પાડી સેન્ટ્રલ જેલ સુરત ખાતે ધકેલી દેવાયેલ છે.


