Gujarat

સંખેડા  સામૂહિક આરોગ્ય કેન્દ્ર મા  જિલ્લા પંચાયતના પ્રમુખ ની અધ્યક્ષતામાં બ્લોક હેલ્થ મેળો યોજવામાં આવ્યો

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતે છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ ની અધ્યક્ષતામાં  રાજય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા બ્લોક હેલ્થ મેળાઓની શ્રૃંખલામાં છોટાઉદેપુર જીલ્લાના સંખેડા ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ . મલકાબેન પટેલની અધ્યક્ષતામાં આયોજીત બ્લોક હેલ્થ મેળામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જિલ્લા પંચાયત અધ્યક્ષાએ રાજય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા બ્લોક હેલ્થ મેળાઓના આયોજનનો ઉદ્દેશ સ્પષ્ટ કરી સરકારની અનેકવિધ યોજનાઓ અંગે જાણકારી આપી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે માહિતી આપી હતી તમામ લોકોએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ મેળવી લેવું જોઇએ એમ ઉમેરી તેમણે કોરોના હજુ ગયો નથી તેથી કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા રસીકરણ કરવા અનુરોધ કર્યો હતો. સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઇ દેસાઇએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબો માટે આશિર્વાદરૂપ યોજના હોવાનું જણાવી તેમણે દરેક લાયક નાગરિકે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું કાર્ડ મેળવી લે એમ જણાવી તેમણે કોરોના વાયરસે દેશમાં ફરી દેખા દીધી હોઇ સૌ નાગરિકો માસ્ક પહેરવાથી લઇ કોરોના સામે સાવચેત રહેવા જણાવ્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220423-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *