Gujarat

નસવાડી તાલુકા ની ઝેર પ્રાથમિક શાળાના બાળકોને ટ્રાન્સપોર્ટેશન ની સુવિધામાં જીવના જોખમે ખુલ્લા ટેમ્પામાં શાળા સુધી લાવવામાં આવે છે નિયમનું ખુલ્લેઆમ ભંગ.

છોટાઉદેપુર જીલ્લો આદીવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જીલ્લો છે ત્યારે નસવાડી તાલુકામાં આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક  શિક્ષણ માટે ધોરણ 1થી 5 સુધીની  શાળાઓ હોય છે ત્યારે વધુ અભ્યાસ અર્થે ધોરણ 6થી 8 ના અભ્યાસ અર્થે નજીકમાં  બીજા ગામ બાળકો ને શિક્ષણ માટે જવાનુ હોય છે  તેના માટે 5 કિલોમીટર વિસ્તારમાં સરકાર દ્રારા બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવે છે
વિદ્યાર્થીઓ ને અભ્યાસ અર્થે શાળાએ લઇ જઈ પરત  પહોંચાડવાના એક બાળક દીઠ 400 રૂપિયા ખર્ચ સરકાર તરફથી ચૂકવવામાં આવે છે  નસવાડી તાલુકાની શ્રેષ્ઠ ઝેર પ્રાથમિક  શાળામાં 60 થી વધુ બાળકો બોરખાડ, રામાપલસાદી,  બટુપલસાદી ગામના બાળકો અભ્યાસ માટે ધોરણ 6 થી 8 માં આવે છે જેમાં બંધ બોડીના વાહ ની જગ્યાએ ઇજારદાર ખુલ્લા ટેમ્પામાં બાળકોને મુસાફરી કરાવે છે જેનાથી બાળકોને 42 ડિગ્રી તાપમાનમાં ટેમ્પામાં સેકાવવાનો  વારો આવે છે તેમજ બાળકોને ખુલ્લા ટેમ્પામાં ઈજાનો ભય પણ રહેલો છે કંઈક અજુગતી ઘટના  બને તો  માલ વાહક તરીકે ટેમ્પો આર ટીઓમાં રજીસ્ટ્રેશન છે બાળકોને અકસ્માત થાય તો વીમો પણ ન મળે તેવી સ્થિતિ માં બાળકો જીવના જોખમે પ્રાથમિક શાળાના આચાર્ય અને ટ્રાન્સપોર્ટેશન ના કોન્ટ્રાક્ટર ના મેળાપીણાં થી   વિદ્યાર્થીઓ ના  જીવના  જોખમે શાળા સુધી   આવન જાવાન કરાવી રહ્યા છે
સવાલ એક થાય છે કે શું વિદ્યાર્થીઓને  જીવના જોખમે ખુલ્લા ટેમ્પોમાં અભ્યાસ અર્થે લાવવા લઇ જવામાં આવી રહ્યા છે તે શાળા તપાસ અર્થે જતા અધિકારીઓ આંખ આડા કાન કરી આદીવાસી વિદ્યાર્થીઓ પ્રત્યે આટલી ઉદાસીનતા કેમ દાખવતા હશે
સમગ્ર મામલાની જાણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને  થતા તેઓએ તપાસ શરૂ કરી દીધી છે અને દોષી  સામે પગલાં ભરવામાં આવશે તેવું જણાવ્યું હતું
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220423-130104_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *