Gujarat

હોટલમાં સુતેલા રસોઈયા ઉપર કુહાડીનાં ઘા ઝીંકી રાજસ્થાની કારીગર ફરાર

ગાંધીનગર
ગાંધીનગરના શાહપુર-પાલજ રોડ ઉપર આવેલી મયુર હોટલમાં ખાટલામાં ગાઢ નિંદ્રામાં સુતેલા રસોઈયાનાં મોઢા પર અહીં કામ કરતા રાજસ્થાની કારીગરે આડેધડ કુહાડીનાં ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ કરી નાસી ગયો હોવાની ફરિયાદ ડભોડા પોલીસના ચોપડે દાખલ થઈ છે. આ હુમલા ગંભીર રીતે ઘાયલ રસોઈયાનો હોઠ પણ કપાઈ જતાં તેને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીનગરના પાલજ આઈઆઈટી રોડ પર મયુર હોટલ આવેલી છે. હોટલમાં કુલ ચાર માણસો કામ કરે છે. જેમાં હોટલનો રેગ્યુલર રસોઈયો મહેન્દ્ર રજા ઉપર ગયો છે. આથી છેલ્લા કેટલાક દિવસોથી હોટલમાં રસોઇ બનાવવાનું કામ અનિલ મહારાજ સંભાળી રહ્યો છે. જ્યારે અન્ય માણસો પરચુરણ કામકાજ સંભાળી રહ્યા રહ્યા છે. હોટલના માલિક રમેશ ઠાકોર હોટલ બંધ કરીને ઘરે ગયા હતા. તે વખતે કારીગરો વાસણ ધોવાનું કામકાજ કરતા હતા. બાદમાં મહારાજ હોટલમાં ખાટલામાં સૂઇ ગયો હતો. ત્યારે કારીગર હાથમાં કુહાડી લઈને ખાટલા પાસે ગયો હતો અને ગાઢ નિંદ્રામાં પોઢેલ અનિલ મહારાજના મોઢાના ભાગે આડેધડ કુહાડીનાં ઘા ઝીંકવા લાગ્યો હતો. જેનાં કારણે મહારાજે બૂમો પાડતા નજીકમાં સુતેલ વ્યક્તિ દોડી આવ્યો હતો. એ સમયે અનિલ મહારાજ કુહાડી હોટલમાં નાખીને ભાગી ગયો હતો. બાદમાં હોટલ માલિક સહિતના લોકો એકઠા થઈ જતાં ગંભીર હાલતમાં અનિલને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાંથી ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ હુમલામાં અનિલનાં હોઠ પણ કપાઈ જતાં સઘન સારવાર શરૂ કરાઈ છે. હત્યાના પ્રયાસનો ગુનો અનિલ મીણા વિરુદ્ધ દાખલ કર્યો છે. હોટલમાં કારીગરો વચ્ચે ઘણા સમયથી નાની નાની તકરાર થતી હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત અનિલની પૂછતાંછ કર્યા પછી ચોક્કસ હકીકત જાણવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *