Gujarat

વડગામના પૂર્વ ધારાસભ્યએ સીઆર પાટીલની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો

પાલનપુર
વર્ષ ૨૦૧૨ વિધાનસભા ચૂંટણીમાં મણિલાલ વાઘેલાને વડગામ બેઠક પર કોંગ્રેસે ટિકિટ આપી હતી જેમાં મણિલાલ વાઘેલાની ભાજપના ફકીરભાઈ વાઘેલા સામે જીત થઈ હતી. વર્ષ ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીમાં સીટીંગ એમએલએ હોવાના કારણે મણિલાલ વાઘેલા વડગામ બેઠક પર કાૅંગ્રેસની ટિકિટ મેળવવાના પ્રબળ દાવેદાર હતા. પરંતુ, વડગામ બેઠક પરથી જિગ્નેશ મેવાણી અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટણી લડતા હોવાથી કાૅંગ્રેસે તેના સમર્થનમાં અહીં ઉમેદવાર ન ઉતારવાનો ર્નિણય કર્યો હતો. જેથી મણિલાલ વાઘેલા નારાજ થયા હતા. ત્યારબાદ વર્ષ ૨૦૨૧માં મણિલાલે કાૅંગ્રેસને રામ રામ કરી દીધા હતા. નોંધનીય છે કે, વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કાૅંગ્રેસમાં જાેડાવાનો ર્નિણય કર્યો છે. જેથી ૨૦૨૨માં વડગામ બેઠક પર કાૅંગ્રેસ તેને ઉમેદવાર બનાવે તેવી પૂરી શક્યતા છે. ભાજપ પણ સંભવત જિગ્નેશ મેવાણી સામે અહીં મણિલાલ વાઘેલાને મેદાનમાં ઉતારે તેવી શક્યતાઓ છે. જાે કે, મણિલાલ વાઘેલાએ હાલ કાર્યકર તરીકે જ ભાજપમાં જાેડાયા હોવાની વાત કરી હતી. કાૅંગ્રેસના વધુ એક પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જાેડાઈ ગયા છે. બનાસકાંઠાની વડગામની બેઠકના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં કેસરિયા કર્યા હતા. વડગામના મગરવાડા ખાતે યોજાયેલા વિશ્વાસ સંમેલનમાં ભાજપમાં સામેલ થયા હતા. મણિલાલ વાઘેલાને ભાજપ વડગામ બેઠક પરથી ટિકિટ આપી શકે છે. વર્ષના અંતે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી હાલ તમામ પક્ષો સોગઠા ગોઠવવામાં લાગી ચૂક્યા છે. મુશ્કેલ લાગતી બેઠકો પણ જીત મેળવવા ભાજપે અત્યારથી જ રણનીતિ ઘડવાની શરૂઆત કરી છે. ત્યારે વડગામના મગરવાડામાં આયોજીત ભાજપના વિશ્વાસ સંમેલનમાં વડગામના પૂર્વ ધારાસભ્ય મણિલાલ વાઘેલાએ ભાજપમાં પ્રવેશ કર્યો હતો. પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે મણિલાલ વાઘેલાને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *