લુહાર સમાજની સગીર વયની બાળકીના અપહરણની ફરિયાદ નોંધાવ્યાના ૧૪ દિવસ બાદ પોલીસ તંત્ર દ્વારા નક્કર કામગીરી નાં થતાં આપ્યું આવેદન
બનાવની વિગતો અનુસાર મૂળ લખાગઢ હાલ આડેસર તા . રાપર જી . ગાંધીધામ કચ્છ નિવાસી વાલજીભાઈ વેલજીભાઈ લુહારની દિકરી શિલ્પા કે જેની ઉંમર ૧૬ વર્ષ અને ૧૦ મહિના છે ( જ . તા .૧ / ૬ / ૨૦૦૫ ) છે . આ દીકરીનું તેમના લખાગઢ ગામના ભરવાડ રમેશભાઈ દેવાભાઈ દ્વારા આ સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને વિવિધ લાલચ આપીને તેમના ઘરેથી વાલીની જાણ બહાર અપહરણ કરવામાં આવેલ છે . આ બાબતે સગીર વયની દીકરીના પિતા દ્વારા આડેસર પોલીસ મથકે તા .૯ / ૪ / ૨૦૨૨ ના રોજ એફ.આઈ.આર . નંબર – 11993905220073 થી ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે . પરંતુ આજ દિન સુધી પોલીસ દ્વારા કોઇપણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી .જેથી આજરોજ જેતપુર મામલતદાર ને અગ્રણીઓ એ આવેદન પત્ર મારફતે સમસ્ત લુહાર સમાજ દ્વારા વિનંતી કરવામાં આવે છે કે અમારા સમાજની ગરીબ ઘરની દિકરી અને એના પરિવારને ન્યાય મળે તે માટે પોલીસ દ્વારા નક્કર કામગીરી કરી આરોપીને પકડે તેમજ દિકરી એમના પરિવારને સોંપી દેવામાં આવે તેવું કરવા તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે જો ૪૮ કલાક બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો દરેક લુહાર સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે
હરેશ ભાલીયા જેતપુર


