કેરીનો પાક નિષ્ફળ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં, સરકાર પેકેજ જાહેર કરે એવી કરી માગ
આ વર્ષે પણ કેરીના ઉત્પાદન પર વાતાવરણની અસર દેખાઇ કેરીનું ઉત્પાદન સરેરાશ 10 થી 15 ટકા જ આવે તેવી શક્યતા
આ વર્ષે કેસર કેરીના રસિયાઓને કેસર કેરીનો સ્વાદ મોંઘો પડી શકે છે. રાજકોટ જિલ્લાનાં ઉપલેટા તાલુકમાં કેસર કેરીનો પાક લેતા ખેડૂતોને આ વર્ષે પ્રતિકૂળ વાતાવરણ ફેર બદલાને કારણે ઉત્પાદન ઘટે તેવી ચિંતા વ્યક્ત કરી છે.
ઉપલેટા તાલુકાના મોજીરા ગામમાં કેસર કેરીનું મોટું વાવેતર છે, અને તેમાં ઘણા ખેડૂતો પાસે મોટા બગીચાઓ માં કેસર કેરી પકવી રહ્યાં છે, પરંતુ આ વર્ષે શરૂઆતથી જ પ્રતિકૂળ વાતાવરણે કેસર કેરીનો પાક બગાડ્યો છે. આંબા ઉપર જે કેરીના મોર અને ફ્લાવરિંગ બેસે તેને જ મોટું નુકસાન થયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ તો કેરીના પાકમાં 90 % મોર કે ફ્લાવરિંગ ખરી ગયા છે.
વાતાવરણની પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે, તેને કારણે કેસર કેરીના પાકની હાલત છેલ્લા 2 થી 3 વર્ષથી ખરાબ છે અને પાકને સતત નુકસાન થઈ રહ્યું છે. તેને જાળવવા માટે વૈજ્ઞાનિક ઉપાય કરવા જરૂરી બન્યું છે.
કેસર કેરીના પાકમાં ઘટાડાને હિસાબે આ વર્ષે કેરીના ભાવ પણ ઉંચા રહે તેવી શક્યતા છે. છેલ્લા થોડા વર્ષોથી કેસર કેરીનો સ્વાદ મોંઘો થઇ રહ્યો છે. સાથે કેરી પકવતા ખેડૂતોને પણ મોટા નુકસાનની ભીતી છે.
ઉપલેટા તાલુકાના મોજીરા ગામના ખેડૂત રામભાઇ ડોડીયા પાસે 215 પંદર વિઘામાં આંબાની કલમનું 22 વર્ષથી વાવેતર કરેલું છે.ખેડૂતના કહેવા પ્રમાણે એક મહિના પહેલા એક કરોડ થી પણ વધુમાં બગીચો વેચવા માટે માંગવામાં આવ્યો હતો પરતું વાતાવરણમાં ફેરફાર નાં કારણે રોગ આવી જતા આ બાગ નાં 20 થી 25 લાખ આવેતો શારૂ.તેમજ છેલ્લા 3 વર્ષોથી કેરીના ઉત્પાદન સમયે જ કોઈને કોઈ મુશ્કેલી આવી પડતી હોવાના કારણે ખેડૂતો નિરાશ થઈ ગયા છે. જો આવી ને આવી પરિસ્થિતિ રહી તો બાગાયતી ખેતી કરતા ખેડૂતોને હવે બીજુ કંઇક વિચારવું પડશે.
કેસર કેરી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે.ખેડૂત નાથાભાઈ ડોડીયા નાં કહેવા પ્રમાણે આ વર્ષે પલટાયેલા વાતાવરણના કારણે કેરી પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કમોસમી વરસાદી છાંટા અને ઠંડા ધારદાર ફુકાતા પવનના તેમજ ગરમી ગ્લોબલ વોર્મિંગ નાં કારણે કેરીના ઉત્પાદન પર અસર થઈ છે આંબા પર જુલતી કેસર કેરી ખરી પડી છે.તેમજ વિવિધ પ્રકારના રોગો પણ આવ્યા જેથી આ વર્ષે કેરી આમ જનતાના દાત ખાટા કરે તો નવાઈ નહીં.
ખેડૂતના કહેવા પ્રમાણે 215 વીઘા નાં બાગમાં મજૂરો રાખવા પડતા હોઈ છે અથવા તો બગીચો વહેંચાણ થી આપતા હોઈ છે.ત્યારે આ બગીચો ભાવનગર જિલ્લાના એક મજુર પરિવારે રાખેલ હોઈ આ બગીચો 52 લાખમાં રાખેલ હોઈ જેમની આશા હતી કે આ વર્ષે મહેનત પ્રમાણે કેરીનું ઉત્પાદન મળી રહેશે પરતું ઉલટાનું વાતાવરણના કારણે નુકશાની જતા હાલતો મજૂરી કરતા પરિવાર ઉપર આશાનું પાણી ફરી વળ્યુ છે.
હરેશ ભાલીયા જેતપુર
