Gujarat

રાણપુર પોલીસે બે ઇસમઓને 108 ઇંગ્લિસ દારૂની બોટલ સાથે ઝડપી પાડ્યા. 

પોલીસે આરોપી પાસેથી રૂ. 55,250નો મુદ્દામાલ કબ્જે કર્યો.
   બોટાદ જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા(IPS)દ્વારા સમગ્ર જીલ્લામાં દારૂની બદી નેસ્ત નાબુદ કરવાની સુચના આપેલ હોય તેમજ ડી.વાય.એસ.પી-એસ.કે.ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એસ.ડી.રાણા તથા પોલીસ સ્ટાફે પૂર્વ બાતમીના આધારે રાણપુરમા આવેલ કૃષ્ણનગરમા રેઇડ પાડી 108 ઇંગ્લિસ દારૂની બોટલ સાથે બે ઇસમનો ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
        પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એસ.ડી.રાણા તેમજ સ્ટાફના ગોબરભાઇ મેવાડા, અનિરૂધ્ધસિંહ ચુડાસમા, નરેન્દ્રસિંહ સોલંકી, ગભરૂભાઇ સરૈયા વગેરે તા. 25/4/22ના રોજ બપોરના 11.30 કલાકે પેટ્રોલીંગમા હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાણપુર ટાઉનમા કૃષ્ણનગર-2મા રહેતા મનિષ લાલજીભાઇ પારગી ના રહેણાંકી મકાનમા રેઇડ પાડી ભારતીય બનાવટની ઇંગ્લિસ દારૂની જુદી જુદી બ્રાંડની 84 બોટલ કિ.રૂ. 52850ના મુદ્દામાલ સાથે મનિષ પારગીને ઝડપી પાડ્યો હતો જ્યારે બીજી રેઇડ દેસાઇ ચોરા પાસે રહેતા ગુલામનબી યુનુષભાઇ પટેલીયા પાસેથી ઇંગ્લિસ દારૂની 24 બોટલ કિ.રૂ. 2400 નો મુદ્દામલ મળી બન્ને ઇસમો પાસેથી પોલીસે કુલ 108 બોટલ ઇંગ્લિસ દારૂ કિ.રૂ. 55,250નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને ઇસમો વિરૂધ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમા ગુન્હો નોંધી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *