હાર્દિક કાનાબાર પ્રાચી
ખેડૂત ના પુત્ર એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમડી રેડીયોલોજીસ્ટ માં 71% ટકા મેળવ્યા..
પ્રાચી તીર્થ…પ્રાચી તીર્થ નજીક પિખોર ગામના યુવાન એમ.બી.બી.એસ બાદ એમ.ડી. મા ઉત્તીર્ણ થયા છે. આ ખેડૂત પુત્ર યુવાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રેડીયોલોજીસ્ટ માં 71 ટકા મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તાલાલા તાલુકાના અને પ્રાચી નજીક આવેલ પીખોર ગામના ખેડૂત જેસાભાઈ ચૌહાણ ના પુત્ર મોહિતે એમ.બી.બી.એસ.ના અભ્યાસ બાદ એમ ડી માં શ્રેષ્ઠ પરિણામ મેળવી છે. આર્થિક સ્થિતિ મધ્ય હોવા છતાં પણ આ યુવાને તનતોડ મહેનત કરી ને અવલ આવ્યા છે. ૧૧ અને ૧૨ સાયન્સનો અભ્યાસ જૂનાગઢમાં પૂરો કર્યા બાદ મોહિત ચૌહાણ એ બરોડા ખાતે આવેલ એમ.એસ.યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસ માં પ્રવેશ મેળવ્યો હતો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ પિતા જેસાભાઈ નું તેમના પુત્ર ને ડોક્ટર બનવવાનુ સપનું હતું અને પિતાના આ સપનાને સાકાર કરવા માટે પુત્રે તનતોડ મહેનત કરી હતી અને મોહિત ચૌહાણે એમ.એસ.યુનિવર્સિટીમાં એમ.બી.બી.એસમાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું હતું ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમડી માં પ્રવેશ મેળવ્યો હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ ડી ના અભ્યાસ ક્રમ મા રેડીયોલોજીસ્ટર માં 71 ટકા પરિણામ મેળવ્યું છે મોહિતભાઈ ચૌહાણ ના પિતા જેસાભાઈ ચૌહાણ કે જે એક મધ્યમ વર્ગમાંથી આવે છે તેઓની ટૂંકી જમીન હોવા છતાં જેસા ભાઈ ચૌહાણ એ તેમના પુત્રોનો અભ્યાસ માટે કઠોર પરિશ્રમ કર્યો છે અને ખૂબ જ ટુંકી જમીનમાં તનતોડ મહેનત કર્યા બાદ પુત્રને એમડી સુધીનો અભ્યાસ કરાવ્યો છે. ત્યારે મોહિત ચૌહાણ એ જે શ્રીદ્ધી નું પરિણામ મેળવ્યું છે તેનો શ્રેય તેમના પિતા જેસાભાઈ ચૌહાણ આપ્યો છે પિતાની કઠોર મહેનત ની આર્થિક રીતે પૂરેપુરો સહયોગ આપતા પુત્રએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ. ડી. રેડીયોલોજીસ્ટ માં અવલ પરિણામ મેળવ્યું છે. ઘરની આર્થિક સ્થિતિ મધ્યમ હોવા છતાં માતા પિતા નું પૂરું પ્રોત્સાહન મળતા એમ ડી રેડીયોલોજીસ્ટ માં અભ્યાસ ક્રમ મા સારા માર્ક્સ થી ઉતીર્ણ થઈ માતા પિતા અને પરિવાર નું નામ ગૌરવ થી ગુંજતુ કર્યું..
*એક વર્ષ નોકરી કર્યા બાદ વતનમાં જરૂરિયાતમંદ દર્દીઓની સેવા કરવી*
મોહિત ચૌહાણ નામના એક ખેડૂત પુત્ર યુવાન મધ્યમ પરિસ્થિતિમાંથી આવે છે અને તેઓ ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમમાં શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે ત્યારે તેઓ એવું જણાવ્યું હતું કે એક વર્ષમાં નોકરી કર્યા બાદ મારા વતનમાં જરૂરિયાતમંદ દર્દીઓની સેવા કરવી છે.
*એમ.બી.બી.એસ પૂર્રુ કર્યા બાદ નોકરી કરી પરિવારને મદદરૂપ બનવાનુ વિચાર્યું હતું*
મોહિતભાઈ ચૌહાણ એવું જણાવ્યું હતું કે જ્યારે એમબીબીએસ પૂરું થયું ત્યારે પરિવારની આર્થિક સ્થિતિ સક્ષમ ન હતી જેથી પપ્પાને મદદરૂપ બનવા માટે નોકરી કરવાનું વિચાર્યું હતું પરંતુ પિતા નું પૂરેપૂરું પ્રોત્સાહન મળતા એમડી માં પ્રવેશ મેળવ્યો હતો અને આજે પિતાના સહકારથી એમડી માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે.
*NEET પીજી ની પરીક્ષા એક વર્ષમાં જ પાસ કરી*
મોહિતભાઈ ચૌહાણના જણાવ્યા મુજબ NEET પીજી ની પરીક્ષા અઘરી ગણવામાં આવે છે અને આ પરીક્ષા પાસ કરવા માટે ત્રણ-ચાર વર્ષ સખત મહેનત કરવી પડે છે ત્રણ-ચાર વર્ષ મહેનત કર્યા બાદ આ પરીક્ષા પાસ કરી શકાય છે પરંતુ મોહિત ચૌહાણે નીટ પીજી ની અઘરી ગણાતી પરીક્ષા એક જ વર્ષમાં પાસ કરી હતી.


