Gujarat

જેતપુરમાં સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાના સ્મરણાર્થે સીઝન બોલથી ભવ્ય ટી-20 ક્રિકેટ લીગ રમાશે

જેતપુર જામકંડોરણા મત વિસ્તારના ધારાસભ્ય, આરડીસી બેન્કના ચેરમેન જયેશભાઇ રાદડીયા તેમજ ધવલ એકેડમીના પ્રમુખ દિનેશ ભુવાના માર્ગદર્શન હેઠળ મીની આઇપીએલ સમાન સૌરાષ્ટ્રની સૌથી મોટી પ્રાઇવેટ 20 ક્રિકેટ લીગ (સીઝન બોલ પર) રમાશે.
આ તકે જેતપુરમાં ચાલી રહેલ ક્રિકેટ લીગ ના સીલેકશન અને સમર કેમ્પમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેમ્બર, પૂર્વ રણજીટ્રોફી ખેલાડી મહેન્દ્રભાઈ રાજદેવ તેમજ પૂર્વ રણજીટ્રોફી ખેલાડી ફિરોઝભાઈ બાંભણિયા ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
સાથે સાથે જેતપુરના ખેલાડીઓ ભવિષ્યમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તેમજ ભારતની રાષ્ટ્રીય ટીમમાં રમી જેતપુર તેમજ સૌરાષ્ટ્રનું ગૌરવ વધારે તેવી શુભકામનાઓ પાઠવી હતી..
હરેશ ભાલીયા જેતપુર

IMG-20220426-WA0051.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *