જેતપુરના સારણ પુલ પાસે આવેલ ચંદ્રમૌલેશ્વર મંદિર પાછળ આવેલ કારખાનામાં રાત્રિના સમયે ગેરકાયદેસર પ્રવેશ કરી પેકિંગ વિભાગમાં રાખેલ સાડીના સ્ટોકમાંથી કુલ કિંમત રૂ.75,264 ના માલ મતાની ચોરીની ફરિયાદ સીટી પોલીસમાં નોંધાય છે.
પોલીસ ચોપડે નોંધાઈ ફરિયાદ મુજબ જેતપુરમાં આવેલ ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર પાછળ અવસર ટેક્સટાઈલ નામના કારખાનામાં 21/04 ના રોજ થયેલ ચોરીનીકારખાના સુપરવાઇઝર દેવાંગભાઈ સંજયભાઈ જયસ્વાલ (જાતે કલાલ) ઉ.મ.27 ફરિયાદીએ લખાવ્યા મુજબ અવસર કારખાનામાં સાડી પ્રિન્ટીંગનું કામ કાજ થાય છે તા.૨૧/૦૪/૨૦૨૨ ના સવારના આઠેક વાગ્યે મારા અવસર કારખાનામાં નોકરી પર આવેલ અને અમારા કારખાના માં પેકીંગ વિભાગમાં રાખેલ પ્રિન્ટીંગ થયેલ તૈયાર સાડીઓનો સ્ટોક ગણતા જે સાડીઓના સ્ટોકમાં મલમલ વીથ એમ્બ્રોડરી સાડીઓ નંગ -૮૦ તથા મલમલની એમ્બ્રોડરી કર્યા વગરની સાડીઓ નંગ -૩૨ જણાઇ આવેલ નહી જે સાડીઓ કારખાનામાં ક્યાંય જોવામાં આવેલ નહી.જેથી કારખાનામાં કામ કરતા માણસોની પૂછરછ કરતા કોઇ હકિકત જાણવા મળેલ નહી.જેથી કારખાનામાં તા.૨૦/૦૪ ૨૦૨૨ ના સાંજના આઠેક વાગ્યાથી તા .૨૧ / ૦૪ / ૨૦૨૨ ના સવારના સાતેક વાગ્યા દરમિયાન કારખાનામાં પ્રવેશ કરી અમારા કારખાનામાં રાખેલ સાડીઓના સ્ટોકમાં મલમલ વીથ એમ્બ્રોડરી સાડીઓ નંગ-૮૦ જેની એક નંગની કિમત રૂ.૬૮૦ / – લેખે કુલ કિમત રૂ .૫૪,૪૦૦ / – તથા તથા મલમલની એમ્રોડરી કર્યા વગરની સાડીઓ નંગ-૩૨ જેની એક નંગની કિમત રૂ.૫૪૦/- લેખે કુલ કિમત રૂ .૧૭૨૮૦/- મળી જી.એસ.ટી. સહિત કુલ મુદામાલ કિ.રૂ .૭૫,૨૬૪ / – ની ચોરી કરી લઈ ગયેલ હોવાનું જાણવા મળતા સાડીઓનું બીલ સાથે રજૂ કરી અમારી પાસે ચોરાયેલ માલનું બીલ હાજર ન હોઇ બીલ મળી આવતા અજાણ્યા ચોર ઈસમ સામે જેતપુર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદીના ફરિયાદ પરથી ગુનો આઈપીસી કલમ 380,454,457 મુજબ નોંધી અજાણ્યા ચોર ઈસમને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હરેશ ભાલીયા જેતપુર
