Gujarat

ગીરગઢડા તાલુકામાં જમીન માપણીમાં ડી.એલ.આર.આઈ.માં આશરે 1800  અરજીઓ પેન્ડીંગ… 

સરકાર માપણી માટેની ફિ ખેડૂત પાસેથી એડવાન્સ ઓનલાઇન લઇને બે વર્ષ સુધી ડોકાતા નથી.

 

જમીન માપણીના નવા નિયમના કારણે ભાઈ-ભાઈ વચ્ચે અને શેઢા-પાડોશીઓ વચ્ચે દુશ્મનાવટ પેદા થાય..

 

ખરેખર જો જુની પધ્ધતી અમલમાં રાખવામાં આવે તો ખેડુતને ખુબજ લાભદાઈ નિવડે તેમ છે.

 

ઊના – ગીરગઢડા તાલુકામાં 1800 થી પણ વધુ જમીન માપણીની અરજીઓ પેન્ડીંગ ખેતીની જમીનના 7/12/8/અ માં ભાઈઓ ભાગની વહેંચણી કરવામાં આવે ત્યારે જમીનની માપણી ફરજીયાત હોવાના કારણે 7/ 12 અલગ પડતા નથી. તેમજ મૂળ સર્વે નં. માંથી અડધી જમીન વેચાણ કરવામાં અલગ 7/ 12/ 8 અ માપણી વગર થતાં નથી. ડી.એલ.આર.આઈ.માં આસરે 1800 થી વધારે અરજીઓ પેંડિંગ પડેલ છે. અને એક બે વર્ષનું વેઈટીંગ ચાલે છે માત્ર ગીરગઢડા તાલુકામાં વહેંચણીની નોંધ મંજૂર થઇ ગયા બાદ ખેડૂતોને લોન મળતી નથી. જેના કારણે તેઓ પુરતુ ઉત્પાદન મેળવી શકાતું નથી. વેચાણના કિસ્સામાં ખરીદનાર કે વહેચનારને જમીનના 7/12/8/ માં કોઈપણ જાતનો ફેરફાર કરી શકતા નથી. ડી.એલ.આર.આઈ.મારફત માપણી કરવામાં વિલંબ થાય છે અને તેમાં પણ 7/12/ થી 2 થી 5 મીટર જમીન ઓછા વધુ થાય ત્યારે માપણી શીટ બનતી નથી. માપણીમા મૂળ સર્વે નં. માનવામાં આવે તેમાં પૈકિના તમામ માલીકોની જમીન માનવામાં આવે છે. જ્યારે મોટાભાગે અન્ય પૈકી વાળા વ્યક્તિઓ પોતાની જમીન માપવા એગ્રી થતાં નથી.

જમીન માપણીના નિયમના કારણે ભાઈ-ભાઈ વચ્ચે અને શેઢા-પાડોશીઓ વચ્ચે દુશ્મનાવટ પેદા થાય છે. અને વર્ષો જુના સંબંધો બગડી રહ્યાં છે. ખેડુતોને મોટા ભાગે પાક ધિરાણ લોનની જરૂર પડતી હોય છે. જે આ માપણીના નિયમના કારણે જમીન અલગ-અલગ થતી ન હોય અને જેના કારણે ખેડૂતોને પાક ધિરાણ લોન મળતી નથી. જેમાં મોટા ભાગે ખેડૂતો પોતાની જમીન વાવી ખેડી ઉપજ લઇ શકતાં નથી. અને અનાજનું ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ખરેખર જો જુની પધ્ધતી અમલમાં રાખવામાં આવે તો ખેડુતને ખુબજ લાભદાઈ નિવડે તેમ છે.

 

બો્ક્ષ્ – જુની પધ્ધતી મુજબ કરવામાં આવેતો કચેરીમાં કામનું ભારણ ઓછું થઈ જાય તેમ છે..

 

જુની પધ્ધતી મુજબ જે ખેડુત પાસે જેટલો કબ્જો ધરાવે છે તે મુજબ સેટેલાઈટ દ્વારા માપણી કરી ખેડૂતોને તેમની જમીનની કબ્જા મુજબની માપણી સીટ બનાવી આપવામાં આવે તો ડિ.એલ.આર.આઈ.કચેરી માં સ્ટાફ ઓછો હોય અને કામનું ભારણ ઓછું થઈ જાય તેમ છે. અને માત્ર માપણી શીટ બનાવવાનીજ કામગીરી રહે અને કામ સરળ બને તેમ છે. ગીર સોમનાથ ડિ.એલ.આર.આઈ.કચેરીમાં સ્ટાફ ઓછો હોય અને કામનું ભારણ વધી ગયેલ હોય તેમજ માપણી કરનાર સર્વેયર પણ ઓછા હોય જેના કારણે પણ વિલંબનુ મોટુ કારણ બની ગયેલ છે.

 

બોક્ષ્ – જમીન માપણીના નવા નિયમ લાવી ખેડુતને કર્જમાં ડુબાડી રહી છે સરકાર..

છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને લીધે ખેડુત કર્જમાં આવી ગયેલ છે. અને માંડ કોરોના માંથી રાહત થાય છે. ત્યારે સરકાર દ્વારા આવા માપણીના નવા નિયમ લાવી ખેડુતને કર્જમાં ડુબાડી રહી છે.

માપણીના નિયમના કારણે ભાઈઓ ભાગની વહેંચણી થતી ના હોય તેમજ વેચાણ વાળી જમીનમાં ખરીદનારનુ નામ દાખલ થતું હોય જેથી જમીનમાં ખેતી કરવા વિજ જોડાણ કનેક્શન પણ મળતુ નથી. જેના કારણે પણ ખેડૂત ખેતી કરવામાં અને ખેત ઉત્પાદન કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

બો્ક્ષ્ – સરકાર માપણી માટેની ફિ ખેડૂત પાસેથી એડવાન્સ ઓનલાઇન લઇને બે વર્ષ સુધી ડોકાતા નથી…

ખેડુતો આવી પરિસ્થિતિ માંથી પસાર થઇ રહ્યાં છે ત્યારે ખેડૂતની જમીન માપણી માટેની ફિ ખેડૂત અરજદાર પાસેથી એડવાન્સ ઓનલાઇન લઇ લેવામાં આવે છે. તેમ છતાં ખેડુતની જમીનની માંપણી બે વર્ષ સુધી કરવામાં આવતી નથી. ખેડુતને આટલી મુશ્કેલી પડવા છતાં ભાજપ કે કોંગ્રેસ કે અન્ય પાર્ટી ઓના પેટનુ પાણી પણ હલતું નથી. અને આવા મુદ્દા લઇ સરકાર સમક્ષ કોઈ રજુઆત કરવામાં આવતી નથી. ફક્તને ફક્ત વોટની રાજનીતિ કરવામાં તમામ પાર્ટી વ્યથ છે…

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *