સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા શહેર ની તમામ મસ્જિદોમાં ઇફતારીનો કાર્યક્રમ શાનો શોક્ત થી થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષ કોરોના મહામારીના કારણે રમજાન શરીફમાં લોક ડાઉનના લીધે ઇફતારીની વ્યવસ્થા કરવામાં આવી ન હતી . હાલ કોરોના મહામારીમાંથી મુક્તિ મળતાં આ વખતે પવિત્ર રમજાન માસ મુસ્લિમો શાનો શોકત ઉજવણી કરી રહ્યા છે સાવરકુંડલાની જુમ્મા મસ્જિદ, મદીના મસ્જિદ, નુરાનીનગર મસ્જિદ – ખાદી કાર્યાલય,બીડીકામદાર મસ્જિદ. મસ્જિદ ઉસ્માનઉમર. વિગેરે શહેર તમામ મસ્જિદોમાં શાનદાર રીતે ઇફતારી કરવામાં આવે છે. આ વખત નો રમજાન શરીફ મુસ્લિમો શાનો શોકતથી ઉજવી રહ્યા છે


