ચીન
ચીનમાં કોરોનાએ ફરીથી કહેર મચાવ્યો છે. શાંઘાઈથી બેઇજિંગ સુધી લોકો ફફડી ગયા છે. બેઇજિંગમાં કેટલાક વિસ્તારોમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. ૨૨ મિલિયન લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. ચાઓયાંગ પછી અનેક વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. તમામ રહીશોનાં એકાંતરા દિવસે કુલ ત્રણ ટેસ્ટ કરવામાં આવશે. ચાઓયાંગમાં ૩.૬૯ મિલિયન લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બેઈજિંગમાં કેટલાક વિસ્તારોમાં લોકડાઉન સાથે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે જેમાં જિમ, થિયેટર્સ અને પ્રવાસન સ્થળો બંધ કરવામાં આવ્યા છે.કોરોના વાયરસના કહેર વચ્ચે ચીનમાં બર્ડ ફ્લૂના ૐ૩દ્ગ૮ સ્ટ્રેનથી માણસના સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો છે. ચીનના આરોગ્ય પ્રશાસને મંગળવારે આ જાણકારી આપી. આરોગ્ય પ્રશાસને જણાવ્યું હતું કે, હેનાન પ્રાંતના ૪ વર્ષના છોકરામાં તાવ અને અન્ય લક્ષણો જાેવા મળ્યા બાદ આ પ્રકારની પુષ્ટિ થઈ હતી. જાેકે, અન્ય લોકોમાં ચેપ ફેલાવવાનું જાેખમ ઓછું છે. ૫ એપ્રિલે, મધ્ય હેનાન પ્રાંતમાં ચાર વર્ષના છોકરામાં તાવ અને અન્ય લક્ષણો હોવાનું નિદાન થયું હતું. પરંતુ પરિવારમાં કોઈને ચેપ લાગ્યો ન હતો. નેશનલ હેલ્થ કમિશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, છોકરો પાળેલા ચિકન અને કાગડાના સંપર્કમાં આવ્યો હતો. દ્ગૐઝ્રએ કહ્યું કે, ૐ૩દ્ગ૮ ઘોડા, કૂતરા અને પક્ષીઓમાં જાેવા મળ્યો હતો પરંતુ ૐ૩દ્ગ૮ થી સંક્રમિત માનવીનો આ પહેલો કેસ છે. ચીનમાં બર્ડ ફ્લૂના ઘણા પ્રકારો અને પેટા પ્રકારો છે. આમાંના ઘણા પેટા પ્રકારોમાં પ્રાણીઓની સાથે સાથે મનુષ્યોને પણ ચેપ લાગ્યો છે. મરઘાંમાં કામ કરતા લોકોને બર્ડ ફ્લૂના સ્ટ્રેનથી ચેપ લાગવાનું જાેખમ વધારે હોય છે. ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું છે કે, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બર્ડ ફ્લૂના ૐ૩દ્ગ૮ સ્ટ્રેનમાં માનવોને અસરકારક રીતે સંક્રમિત કરવાની ક્ષમતા ઓછી છે. આવી સ્થિતિમાં મોટા પાયે રોગચાળો ફેલાવાનું જાેખમ ઓછું છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ૐ૩દ્ગ૮ સ્ટ્રેઇન અત્યાર સુધી ઘોડા, કૂતરા, પક્ષીઓમાં જાેવા મળતો હતો, પરંતુ અત્યાર સુધી મનુષ્યમાં આ પ્રકાર જાેવા મળ્યાના આ પહેલા સમાચાર છે. બર્ડ ફ્લૂ એવિયન ઈન્ફલ્યુએન્ઝા (ૐ૫દ્ગ૧) વાયરસ છે. જે વાઇરલ ઇન્ફેક્શન ફેલાવીને પક્ષીઓને ચેપ લગાડે છે. બીજી રીતે સમજીએ તો, આ રોગ ઈન્ફલ્યુએન્ઝા પ્રકાર છ વાયરસને કારણે થતો ચેપી વાયરલ રોગ છે. જે પક્ષીઓ અને મનુષ્ય બંનેને પોતાની ઝપેટમાં લઈ શકે છે. તમને જણાવી દઈએ કે, એવિયન ઈન્ફલ્યુએન્ઝા (ૐ૫દ્ગ૧) બર્ડ ફ્લૂ માણસોની સાથે પક્ષીઓના મૃત્યુનું કારણ બની શકે છે.


