International

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના સંક્રમિત થયા

વોશિંગ્ટન
અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વ્હાઇટ હાઉસ તરફથી આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ જાે બાઇડેન કમલા હેરિસના સંપર્કમાં આવ્યા નથી, તેથી તે સુરક્ષિત છે. પરંતુ સાવચેતી રાખવામાં આવી રહી છે. વ્હાઇટ હાઉસે છેલ્લા કેટલાક દિવસમાં ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ જે લોકોને મળ્યા છે તે બધાને કોરોના ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ કોરોના પોઝિટિવ આવ્યા છે. કમલા હેરિસ પોઝિટિવ હોવાની જાણકારી અમેરિકી મીડિયાના હવાલાથી સામે આવી છે. કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કમલા હેરિસે ખુદને ક્વોરેન્ટાઈન કરી લીધા છે. ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. કમલા હેરિસમાં કોરોનાના ગંભીર લક્ષણ જાેવા મળ્યા નથી. પરંતુ હજુ સુધી વધુ જાણકારી સામે આવી નથી.

USA-Vice-Prasident-of-United-States-Kamala-Harris.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *