Gujarat

વડોદરામાં વૃદ્ધા ઘરના પહેલા માળે જતા ચોર ૩.૪૦ લાખના દાગીના લઈ ફરાર

વડોદરા
વડોદરાના વારસિયા વિસ્તારની કૈલાસધામ સોસાયટીમાં રહેતા જૈનિકકુમાર રાણા આર્કિટેકના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ૨૨ એપ્રિલના રોજ ઘરે માતા-પિતા એકલા હતા. બીજા દિવસે જૈનિકકુમારને નવચંડી યજ્ઞમાં બેસવાનું હોવાથી મકાનના ગ્રાઉન્ડ ફ્લોરના બેડરૂમની તિજાેરીમાંથી સોના-ચાંદીના દાગીના કાઢવા માટે ગયા હતા. જાેકે, તિજાેરીનું લોકર ખુલ્લુ નજરે ચડતાં તેઓ ચોંકી ઊઠયા હતા અને તેમાં રાખેલા સોના-ચાંદીના રૂપિયા ૩.૪૦ લાખની કિંમતના ઘરેણા ગાયબ હતા. પિતા લકવાગ્રસ્ત હોવાથી ગ્રાઉન્ડ ફ્લોરના રૂમમાં આરામ કરતા હતા. જ્યારે માતા ઉપરના માળે અનાજ સાફ કરતી હતી. આ દરમિયાન ગ્રાઉન્ડ ફ્લોરના રૂમનો દરવાજાે ખુલ્લો હોવાથી બપોરના સુમારે ત્રાટકેલા અજાણ્યા તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું અનુમાન છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.વડોદરા શહેરમાં વૃદ્ધા ઘરના ગ્રાઉન્ડ ફ્લોરનો દરવાજાે ખુલ્લો મૂકીને ઉપરના માળે અનાજ સાફ કરવા જતા અજાણ્યા તસ્કરો બેડરૂમની તિજાેરીમાંથી ૩.૪૦ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ફરિયાદના આધારે સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

3.40-lakh-gold-and-silver-jewelery-stolen.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *